Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

સેવ ખમણી ખાધા બાદ ૬૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

દેત્રોજમાં ધાર્મિક કાર્યક્રમમાં

ફૂડ પોઈઝનિંગ અથવા ફૂડ બોર્ન એ ચેપ છે જે દૂષિત ખોરાક, પાણી, ફળો વગેરે આરોગવાના કારણે થાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૯ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે એક ધાર્મિક આયોજન દરમિયાન ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના બની છે. ૮ એપ્રિલની રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રસાદીના નાસ્તા તરીકે સેવ-ખમણી પીરસવામાં આવી હતી. જે ખાધાના ગણતરીના સમયમાં જ ૬૦થી વધુ ગ્રામજનોને ઉલટી, ઉબકા અને ચક્કર આવવાની સમસ્યા શરૂ થઈ હતી. જોતજોતામાં અનેક લોકોની તબિયત લથડતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બાળકો અને વૃદ્ધો સહિત ૬૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને વયસ્કોનો પણ સમાવેશ થાય છે. અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે કડીની ભાગ્યોદય હોસ્પિટલ તથા અન્ય ખાનગી દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ડોકટરો દ્વારા તમામ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી મોટાભાગના લોકોની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની ગંભીરતાને જોતા દેત્રોજ આરોગ્ય તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અધિકારીઓએ જે સ્થળે ભોજન બન્યું હતું ત્યાં તપાસ હાથ ધરી છે. લેબોરેટરી પરીક્ષણ માટે સેવ-ખમણીના સેમ્પલ લેવામાં આવ્યા છે જેથી જાણી શકાય કે ખોરાકમાં કયા કારણોસર ઝેરી અસર થઈ હતી. આ ઉપરાંત ગામમાં વપરાતા પીવાના પાણીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.આ દુર્ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે ખોરાક બાબતે પૂરતી તકેદારી રાખવી. જો કોઈને પણ શારીરિક અસ્વસ્થતા કે ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણો દેખાય, તો થોડું પણ મોડું કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો જેથી સમયસર સારવાર મળી રહે.ફૂડ પોઈઝનિંગ અથવા ફૂડ બોર્ન એ ચેપ છે જે દૂષિત ખોરાક, પાણી, ફળો વગેરે આરોગવાના કારણે થાય છે. જ્યારે ખોરાક બેક્ટેરિયા, જંતુઓ, વાયરસ અથવા પરોપજીવીઓથી દૂષિત થઈ જાય છે અને આપણે તેને ખાઈએ છીએ, ત્યારે તે ફૂડ પોઈઝનિંગ થયા છે. ઘણી વખત આ કેસના દર્દીઓને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Related posts

ફાગણી પૂનમ મેળા: ડાકોર જતા માર્ગો પર ૨૫ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી ભારે વાહનો માટે ’નો-એન્ટ્રી’

Master Admin

ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ગળે ફાંસો ખાધો

Master Admin

મિશન ગુજરાતના નવા સારથી બન્યા હર્ષ સંઘવી

Master Admin

Leave a Comment

Translate »