Nirmal Metro Gujarati News
entertainment

સોની બીબીસી અર્થના અદભુત સપ્ટેમ્બર પ્રસારણ સાથે જીવંત મહેસૂસ કરો

 

 

દિવસો ટૂંકા થયા છે અને હવા કકરી થઈ રહી છે ત્યારે સપ્ટેમ્બર નવી શરૂઆત અને નવાં પરિપ્રેક્ષ્યો સાથે શરૂ થયો છે. આ મહિને સોની બીબીસી અઅત આપણી પૃથ્વી અને મહાસાગરના રહસ્યમય ઊંડાણની વ્યાપક પહોંચ માટે ખાસ પ્રસારણોની રેખા સાથે અસાધારણ સાહસો લાવવા માટે સુસજ્જ છે. દર્શકો 2 સપ્ટેમ્બર, 2024ના રોજ પ્રસારિત થનાર બેન ફોગલઃ રિટર્ન ટુ ધ વાઈલ્ડના અદભિત વિઝ્યુઅલ્સથી અને 16 સપ્ટેમ્બર, 2024ના રોજ રિલીઝ થનારા ડેડલી મિશન શાર્કની રોચક વાર્તાથી મંત્રમુગ્ધ થશે.

 

બેન ફોગલઃ રિટર્ન ટુ ધ વાઈલ્ડ તેની સીઝન 3 સાથે પુનરાગમન કરી રહી છે. આ રોચક સિરીઝમાં સાહસિક બેન ફોગલ એવા નાગરિકોની પુનઃમુલાકાત લે છે જેઓ જીવનને નિસર્ગની નજીક લાવવાની ખ્વાહિશમાં પારંપરિક જીવનશૈલીને તરછોડવાનું સાહસ કરે છે. નોર્વેના અંતરિયાળ ટાપુઓથી લઈને સહારાની નિર્જન રેતીઓ સુધી બેન આ બહાદુર આત્માઓ વાઈલ્ડમાં તેમના નવા જીવનના પડકારો કઈ રીતે ઝીલે છે તેમાં ડોકિયું કરાવે છે. આ સિરીઝ મજબૂત માનવી જોશ અને સપનાં ગમે તેટલાં હિંસ્ર હોવા છતાં તે જોવાની હિંમત વિશે છે.

 

આ પછી હૃદયના ધબકારા ચૂકવી દેનારી સાહસિક સિરીઝ ડેડ્લ મિશન શાર્કનો વારો આવે છે, જેમાં નિસર્ગપ્રેમી સ્ટીવ બેકશોલ દસ યુવા શોધકોને રોમાંચક સમુદ્રિ મિશન પર લઈ જાય છે. બહામાની અદભુત પાર્શ્વભૂમાં સ્થાપિત આ યુવાનોની સાહસિક સફરમાં મહાસાગરના અમુક સૌથી ખતરનાક શિકારીઓ સાથે રૂબરૂ સામનો કરવાના મુશ્કેલ કામોનો સામનો કરવો પડે છે. ખુલ્લા મહાસાગરમાં ભૂસકો અને પર્યાવરણીય પ્રકલ્પો પર હાથ અજમાવતી આ સિરીઝ મહાસાગરના યોદ્ધાઓની ભાવિ પેઢીએ અવશ્ય જોવા જેવી છે.

 

સોની બીબીસી અર્થ સાથે આ સપ્ટેમ્બર ખોજ, શોધ અને સાહસનો જલસો બનવા માટે સુસજ્જ છે.

 

જોતા રહ બેન ફોગલઃ રિટર્ન ટુ ધ વાઈલ્ડનું પ્રસારણ 2 સપ્ટેમ્બરે રાત્રે 9.00 વાગ્યાથી થશે અને ડેડ્લી મિશન શાર્કનું પ્રસારણ 16 સપ્ટેમ્બરે બપોરે 12.00 અને રાત્રે 9.00 વાગ્યાથી થશે, ફર્ત સોની બીબીસી અર્થ પર, શો દરેક સોમવારથી શુક્રવારે પ્રસારિત થશે.

 

 

Related posts

Yas Island Abu Dhabi launches “Zindagi Ko Yas Bol”; reuniting India’s Heartthrobs and Iconic trio; Hrithik Roshan, Farhan Akhtar and Abhay Deol

Reporter1

સ્કોડાએ સ્વેલિયાના ઉત્પાદનનો પ્રારંભ કર્યો

Master Admin

Snake Squad and Desi Feels on Sony BBC Earth this August!

Reporter1
Translate »