Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ, ૫ાંચ ક્રૂ મેમ્બર્સ લાપતા

યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો

સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૭ અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે આશરે ૧૫૦ જેટલા જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિગ્ટન, તા.૧૩ માર્ચ ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે અમેરિકાની સેના માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાક પર ઉડાન ભરી રહેલું અમેરિકાનું એક વિશાળ મિલિટરી રિફ્યુલિંગ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં ૫ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.ઓપરેશન ‘એપિક ફ્યુરી’ દરમિયાન અકસ્માતઅમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દરમિયાન અમેરિકાનું KC-135 રિફ્યુલિંગ વિમાન ઈરાકમાં ક્રેશ થયું છે. આ વિમાન હવામાં જ અન્ય લડાયક વિમાનોમાં ઈંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં ૫ ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમને શોધવા માટે હાલમાં મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.અમેરિકન સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ અકસ્માત દુશ્મન દેશના કોઈ હુમલા કે ‘ળેન્ડલી ફાયર’ને કારણે થયો નથી. સેનાના નિવેદન મુજબ, તે સમયે બે વિમાનો ઉડાન ભરી રહ્યા હતા, જેમાંથી એકનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે જ્યારે બીજું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હાલમાં આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.૨૮ ફેબ્રુઆરીથી ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા આ સૈન્ય ઓપરેશનમાં અમેરિકન સેનાને સતત ફટકો પડી રહ્યો છે. આ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૭ અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે આશરે ૧૫૦ જેટલા જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાક અને સીરિયામાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર થઈ રહેલા હુમલાઓએ ટ્રમ્પ પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે.

Related posts

પાકિસ્તાનના આતંકવાદને હવા આપવાનું બંધ કરો : જયશંકરનો પોલેન્ડને જવાબ

Master Admin

‘અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન’

Master Admin

ભારત ક્રૂડની ખરીદી બંધ કરશે તેવું ટ્રમ્પ સિવાય કોઇએ કહ્યું નથી

Master Admin

Leave a Comment

Translate »