Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ૨૫૦૦ મરીન-યુદ્ધ જહાજ રવાના કર્યા

યુદ્ધ વચ્ચે અમેરિકાએ લીધો મોટો નિર્ણય

ઈરાનની રાજધાની તેહરાનમાં જ્યારે હજારો લોકો કુદ્‌સ ડે રેલી માટે એકઠા થયા હતા, ત્યારે ફર્ડૌસી સ્ક્વેર પાસે એક ભયાનક ધડાકો થયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન ડીસી, તા.૧૪ માર્ચ ૨૦૨૬ — ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. પશ્ચિમ એશિયામાં સતત વધતા તણાવને જોતા અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગે આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે જંગી સૈન્ય જમાવટ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન તરફથી વધી રહેલા ખતરાને રોકવાનો અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો માનવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, અમેરિકાએ પોતાની ‘૩૧મી મરીન એક્સપિડિશનરી યુનિટ’ના ૨૫૦૦ જાંબાઝ સૈનિકોને મધ્ય પૂર્વ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સૈનિકોની સાથે વિશાળ એમ્ફીબિયસ એસોલ્ટ શિપ ‘ેંજીજી ત્રિપોલી’ પણ મોકલવામાં આવી રહ્યું છે. જાપાનમાં સ્થિત આ જહાજ હાલમાં તાઈવાન નજીક પ્રશાંત મહાસાગરમાં હતું, જે આગામી એક સપ્તાહમાં ઈરાન પાસે પહોંચશે. આ યુનિટ દરિયાઈ હુમલા કરવા ઉપરાંત દૂતાવાસોની સુરક્ષા અને રેસ્ક્યુ ઓપરેશનમાં નિષ્ણાત માનવામાં આવે છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે અમેરિકી સેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના એવા ‘ખાર્ગ દ્વીપ’ પરના સૈન્ય ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ખાર્ગ દ્વીપ ઈરાનનો મુખ્ય ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલ છે. ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં જહાજોની અવરજવર રોકવાનો પ્રયાસ કરશે, તો ઈરાનના સમગ્ર ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી દેવામાં આવશે.ઈરાનની રાજધાની તેહરાનમાં જ્યારે હજારો લોકો કુદ્‌સ ડે રેલી માટે એકઠા થયા હતા, ત્યારે ફર્ડૌસી સ્ક્વેર પાસે એક ભયાનક ધડાકો થયો હતો. આ હુમલા પહેલા ઈઝરાયલે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી, પરંતુ ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ હોવાથી લોકો સુધી આ માહિતી પહોંચી શકી નહોતી. બીજી તરફ, ઈરાનના સંસદ સ્પીકરે કહ્યું છે કે આવા હુમલાઓથી હવે તેમના ધૈર્યની સીમા આવી ગઈ છે. ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઈઝરાયલ અને પડોશી દેશો પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે.અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાનના ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રહ્યા છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દુશ્મનના ૧૫,૦૦૦ થી વધુ ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાને પ્રતિશોધ રૂપે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધું છે, જેના કારણે વિશ્વના ૨૦% તેલ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. અત્યારે સમગ્ર વિસ્તારમાં સ્થિતિ અત્યંત સ્ફોટક છે અને આગામી દિવસોમાં આ યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ લઈ શકે છે.

Related posts

અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાને ફરીવાર એરસ્ટ્રાઇક કરી

Master Admin

પીએમ મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ

Master Admin

‘જરાય શરમ રહી નથી, જોકરોનો શૉ ચાલી રહ્યો છે’ : ઓબામા

Master Admin

Leave a Comment

Translate »