Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુજરાત સહિત દેશના ૨૧ રાજ્યોમાં વરસાદની આગાહી

હાલમાં દેશભરમાં મોસમનો મિજાજ બદલાયો

ઉત્તર ભારત, દક્ષિણ ભારત સહિત મોટાભાગની જગ્યાએ વરસાદ, પહાડી વિસ્તારમાં પણ ભારે હીમવર્ષાનું એલર્ટ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ માર્ચ ૨૦૨૬ — ગુજરાત સહિત દેશના ૨૧ રાજ્યોમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત, દક્ષિણ ભારત સહિત મોટાભાગની જગ્યાએ કડાકા ભડાકા સાથે વરસાદ પડશે, તો પહાડી વિસ્તારમાં પણ ભારે હીમવર્ષાનું એલર્ટ અપાયું છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આજે એકાએક વાતાવરણ બદલાયું છે. ભર ઉનાળાના સમયે અનેક રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાયો છે. દેશના ૨૧ રાજ્યોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે. ગુજરાત જ નહીં, ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. કેટલાક રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે હીમવર્ષાનું એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે હીમવર્ષાની આગાહી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષાથી મુશ્કેલી વધી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં વાવાઝોડાની પણ આગાહી કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

માત્ર મેદાની વિસ્તારો જ નહીં, પણ પહાડી રાજ્યોમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હીમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને રસ્તાઓ બંધ થવાની નોબત આવી છે. વધારે પડતી ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ’રેડ એલર્ટ’ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદી માહોલ જામશે. દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. પવનની ગતિ તેજ રહેવાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અચાનક બદલાતા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શન અને બીમારીઓ વધવાની શક્યતા છે, તેથી આરોગ્યનું ધ્યાન રાખવું અને ખેડૂતોએ પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવી.

Related posts

માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું

Master Admin

ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ગળે ફાંસો ખાધો

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ

Master Admin

Leave a Comment

Translate »