Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું

સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા

નાસ્તાની લારીએ લુખ્ખા તત્ત્વોએ ભરપેટ નાસ્તો ખાધો બાદમાં પૈસા આપવાના કહ્યા તો બે યુવક પર ઘાતકી હુમલો કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૮ માર્ચ ૨૦૨૬ — એક બે નહીં અનેક એવી ઘટનાઓ સામે આવે છે જેમાં સ્માર્ટ શહેરની સ્માર્ટ પોલીસ ઊંઘતી ઝડપાય છે. ગુંડા તત્વોને ન હવે પોલીસનો ડર રહ્યો છે, ન તો કાયદાનો, બસ મનફાવે તેમ દાદાગીરી કરી લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. વાત છે અમદાવાદનું હ્રદય ગણાતા મણિનગર વિસ્તારની,જ્યાં નાસ્તાની લારીએ લુખ્ખા તત્ત્વોએ ભરપેટ નાસ્તો ખાધો બાદમાં પૈસા આપવાના કહ્યા તો બે યુવક પર ઘાતકી હુમલો કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. લોકો પોલીસને પૂછી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી અમદાવાદ પોલીસને કેમ આવી ઘટનાઓ દેખાતી નથી, અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે સામાન્ય લોકોને લુખ્ખાઓ હેરાન કરી રહ્યા છે અને પોલીસ બસ ટ્ઠકીંિ અને હ્વીર્કિીનો વીડિયો મૂકી માફી મંગાવી સંતોષ માની રહી છે.

રિક્ષા ભર બજારમાં અધવચ્ચે મૂકી આવારા તત્ત્વો લારીવાળા યુવકો દ્રષ્ટાંત મોદી અને તેના મિત્ર અભયસિંહ સાથે ઝઘડો કરી રહ્યા છે, મામલો ઉગ્ર બનતા બંને યુવકો જીવ બચાવવા નાસી છૂટે છે, ત્યારે ૪-૫ આરોપીઓ તેમની પાછળ દોડી તેમની સાથે જીવલેણ મારામારી કરે છે. અરે હદ તો ત્યારે થાય છે કે યુવક પર રિક્ષા ચઢાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. હાલ ગંભીર રીતે ઘાયલ એક યુવક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં એક જ પ્રશ્ન છે કે લાજવાને બદલે ગાજતી પોલીસ અને ક્યાં છે! કેમ ગુંડાઓની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. આવા લુખ્ખા તત્ત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે, હાલ તો મણિનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે! નેતાઓના સુરક્ષિત ગુજરાતના દાવાઓ પર તમાચો મારતી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે માત્ર વાતો નહીં પણ એક્શન જરૂરી છે!

Related posts

માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ

Master Admin

૬ વર્ષમાં ૧૮ ચોરી કરનારો ચોર જેલમાંથી છૂટીને ૧૩મા દિવસે ચોરી કરતા ઝડપાયો

Master Admin

ગોબલજ ગામે ગાય માતાની ગૌચર જમીનને ગેરકાનૂની રીતે વેચી દેતા ગ્રામજનો અને ભૂમાફિયાઓ ઘર્ષણ, ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકી મળી

Master Admin

1 comment

Leave a Comment

Translate »