Nirmal Metro Gujarati News
business

GE એરોસ્પેસએ GE એરોસ્પેસ ફાઉન્ડેશન લોન્ચ કર્યુ

 

મે 9, 2024, નવી દિલ્હી – GE એરોસ્પેસએ તાજેતરમાં જ અગાઉના GE ફાઉન્ડેશનને 100 કરતા વધુ વર્ષનો વારસો ધરાવે છે તેના નવા પ્રકરણની ઉજવણી કરતા GE એરોસ્પેસ ફાઉન્ડેશન લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. GE એરોસ્પેસ ફાઉન્ડેશનની સખાવતી વ્યૂહરચના અને પ્રોગ્રામ્સ કંપનીના GE એરોસ્પેસ સમદાયમાં “લોકોના ઉત્થાન”ના કંપનીના હેતુને પૂર્ણ કરવામાં મદદ કરશે, જેમાં કાર્યદળ વિકાસ, આપત્તિ રાહત અને GE એરોસ્પેસના પ્રયત્નોને વિસ્તૃત બનાવવા પર ફોકસ રહેશે.

 

દક્ષિણ એશિયામાં GE એરોસ્પેસ ફાઉન્ડેશન વંચિત સમુદાયો માટે આપત્તિ રાહત શિક્ષણ અને આરોગ્ય સંભાળને ટેકો આપવા માટે સ્થાનિક ભાગીદારો સાથે કામ કરવાનું સતત રાખશે. દક્ષિણ એશિયાએ ભૂતકાળના 10 વર્ષથી વધુના સમયગાળામાં દાન પેટે 1.2 મિલીયન ડોલર પ્રાપ્ત કર્યા છે જેમાં અનુદાન અને સંબંધિત પ્રોગ્રામીંગનો સમાવેશ થાય છે. તેનાથી બેંગલોર, પૂણે અને દક્ષિણ એશિયાના અન્ય ભાગોમાં અસરગ્રસ્ત સમુદાયોને ફાયદો થયો છે.

“આપણે જ્યાં રહીએ છીએ અને કામ કરીએ છીએ ત્યાંના સમુદાયોને ટેકો આપવાની મજબૂત બનાવવાની જવાબદારી GE એરોસ્પેસ ગંભીર રીતે લે છે,” એમ GE એરોસ્પેસના ચેરમેન અને સીઇઓ એચ. લોરેન્સ કુલ્પએ જણાવતા ઉમેર્યુ હતુ કે  “GE એરોસ્પેસ ફાઉન્ડશન સ્થાનિક સમુદાયોને પ્રસ્થાપિત કરવામાં અને વૈશ્વિક અગ્રમી એરોસ્પેસ કંપની તરીકે અમારી કુશળતાનો લાભ ઉઠાવતા ભવિષ્ય માટે મજબૂત કાર્યદળ વિકસાવવામાં મદદ કરશે. સકારાત્મક અસરના 100 વર્ષના વારસો ધરાવતા અમને ગર્વ થાય છે અને આગામી વર્ષોમાં બદલાવની રચના કરવાનું GE એરોસ્પેસ ચાલુ રાખશે તેવી અપેક્ષા સેવુ છુ.”

ફાઉન્ડેશનનો પ્રોગ્રામ ત્રણ મહત્ત્વન વિસ્તારો પર ફોકસ કરશે અને 2030માં નવા પ્રોગ્રામીંગમાં 22 મિલીયન ડોલરથી વધુની ફાળવણી ધરાવે છે. તેના પ્રયત્નોમાં તંદુરસ્ત અને વૈવિધ્ય કાર્યદળની ઉત્પાદન અને એન્જિનીયરીંગ ઉદ્યોગોમાં રચવાનો, માનવતા અને સમુદાયને લગતા એવા પ્રોગ્રામોમાં રોકાણ કરવુ જેણે વૈશ્વિક અસરમાં કુશળતા દર્શાવી છે અને વિશ્વભરમાં કર્મચારીઓની સામેલગીરીને વિસ્તૃત કરી છે.

“મજબૂત ભવિષ્યના કાર્યદળ, આપત્તિ રાહત અને કર્મચારીઓને આપવાની ક્રિયાને વિસ્તૃત બનાવવા પરના ફોકસ સાથે સખાવતી સપોર્ટના આ નવા પ્રકરણને જોતા અમને ઘણો ગર્વ થાય છે,” એમ GE એરોસ્પેસ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ મેઘાન થુર્લોએ જણાવતા ઉમેર્યુ હતુ કે “અમે અમારા કાર્યને વિશ્વના સમુદાયોને સુધી ટેકાને વધારવાની અને વિવિધ અને કુશળ ઉદ્યોગના વિકાસને આગળ લઇ જવાની અપેક્ષા રાખીએ છીએ.”

Next Engineers અને STEM શિક્ષણ

ફાઉન્ડેશને 2030 સુધીમાં Next Engineersમાં વધારો કરવા માટે 20 મિલીયનથી વધુ દાન કરવાનું નક્કી કર્યુ છે જેથી એન્જિનીયરીંગમાં યુવા કામદારોમાં વૈવિધ્યતામાં વધારો કરી શકાય, તેમજ મધ્ય શાળાથી કોલેજ સુધી એક સેતુનું સર્જન કરી શકાય. Next Engineers પ્રોગ્રામ અત્યાર સુધીમાં 18,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. GE એરોસ્પેસ ફાઉન્ડેશને આજે ઘોષણા કરી છે કે તે સફળ સિન્સીન્નતી પ્રોગ્રામ 2028 સુધી ચલાવશે. ફાઉન્ડેશનએ એવી પણ ઘોષણા કરી છે છે તે વધારાના ચાર શહેરો સુધી Next Engineers પ્રોગ્રામને વિસ્તારશે જેમાં વોર્શો, પોલેન્ડ સહિત આગામી વર્ષમાં વધારાની સાઇટ્ટસની જાહેરત કરવામાં આવશે.

કાર્યદળ વિકાસ

વિકસતા ઉડ્ડયન અને ઉત્પાદકીય કાર્યદળ માંગના સંદર્ભમાં GE એરોસ્પેસ ફાઉન્ડેશન જ્યાં તે હાજી ધરાવે છે અને કામ કરે છે ત્યાં કાર્યદળ વિકાસને ટેકો આપવા માટે 2 મિલીયન ડોલરનુ દાન આપશે.

આપત્તિ રાહત અને માનતવાદી પ્રયત્નો

GE એરોસ્પેસના કર્મચારીઓ, ટેકનોલોજીઓ અને અન્ય સ્ત્રોતોને આધારે ફાઉન્ડેશને 2 મિલીયન ડોલરની પ્રતિબદ્ધતા આપત્તિ રાહત અને માનવતાવાદી સહાયની ઘોષણા કરી હતી, જેમાં આપત્તિ પ્રતિભાવમાં ઉડ્ડયન મહત્ત્વનો ભાગ ભજવે છે તેની ઓળખરૂપે Airlink સાથે ભાગીદારીનો સમાવેશ થાય છે.

મેચીંગ ગિફ્ટ પ્રોગ્રામ

ફાઉન્ડેશનને પોતાનો Matching Gifts પ્રોગ્રામ ચાલુ રાખતા ગર્વ થાય છે, જે કર્ચારીઓના પ્રયત્નોને તેમની અંગત સખાવતી પ્રવૃત્તિમાં ટેકો આપે છે અને STAR Awards પ્રોગ્રામ વિશ્વભરમાં GE એરોસ્પેસના લાયક કર્મચારીઓના બાળકોને સ્પર્ધાત્મક શિષ્યવૃત્તિ પૂરી પાડે છે. GEએ કોર્પોરેટ મેચીંગ ગિફ્ટના ખ્યાલનું 1954માં સર્જન કર્યુ હતું, જેમાં દાન અને મેચીંગની રકમ પ્રારંભથી જ 1.5 અબજ ડોલરથી વધી ગઇ હતી. STAR Awards પ્રોગ્રામે 1984માં લોંચ થયા બાદ 15,000થી વધુ એવોર્ડઝ મારફતે નાણાંકીય સહાય પેટે 21 મિલીયન ડોલર કરતા વધુ પૂરા પાડ્યા છે.

GE એરોસ્પેસ ફાઉન્ડેશનનું સર્જન 2 એપ્રિલ 2024ના રોજ પબ્લિક કંપની તરીકે GE એરોસ્પેસના લોન્ચને અનુસરે છે જે ફ્લાઇટના ભવિષ્યને વ્યાખ્યાયિત કરે છે.

GE એરોસ્પેસ ફાઉન્ડેશન વિશે

GE એરોસ્પેસ ફાઉન્ડેશન, GE એરોસ્પેસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ એક સ્વતંત્ર સખાવતી સંસ્થા, વિશ્વભરમાં જ્યાં કર્મચારીઓ રહે છે અને કામ કરે છે તેવા સમુદાયોમાં “લોકોના ઉત્થાન”ના કંપનીના હેતુને પૂરક બનાવે છે. ફાઉન્ડેશનની પરોપકારી વ્યૂહરચના અને કાર્યક્રમો એન્જિનિયરિંગ શિક્ષણ, કર્મચારીઓના વિકાસ અને આપત્તિ રાહત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે GE એરોસ્પેસના કર્મચારીઓને મેચિંગ ગિફ્ટ્સ અને STAR એવોર્ડ્સ જેવા કાર્યક્રમો દ્વારા પણ સમર્થન આપીએ છીએ. 2024માં જ્યારે GE એરોસ્પેસ એક સ્વતંત્ર કંપની તરીકે શરૂ થયું, ત્યારે GE ફાઉન્ડેશનને GE એરોસ્પેસ ફાઉન્ડેશન તરીકે ફરીથી લોંચ કરવામાં આવ્યું, જે એક નવા પ્રકરણની શરૂઆત કરે છે જે અગાઉના GE ફાઉન્ડેશનના સફળ, 100+ વર્ષના વારસા પર આધારિત છે. પર વધુ જાણોઃ www.geaerospace.com/company/philanthropy.

 ભારતમાં GE એરોસ્પેસ વિશે

 GE એરોસ્પેસ 40 વર્ષથી ભારતના ઉડ્ડયન ઉદ્યોગમાં ભાગીદાર છે. 900 GE એરોસ્પેસ અને પાર્ટનર એન્જિન સેવામાં છે, જે મુખ્ય ભારતીય એરલાઇન્સને શક્તિ આપે છે. GE એરોસ્પેસના સંરક્ષણ એન્જિન અને સિસ્ટમ્સ ભારતીય વાયુસેનાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ Mk 1 અને હેલિકોપ્ટર અને ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજો અને ફ્રિગેટ્સને શક્તિ આપે છે. તેની પુણે ઉત્પાદન સુવિધા અને 13 સ્થાનિક ભારતીય ભાગીદારો કંપનીની વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ છે. બેંગલુરુમાં કંપનીના 24 વર્ષ જૂના જ્હોન એફ વેલ્ચ ટેક્નોલોજી સેન્ટરના સંશોધકો અને એન્જિનિયરો નવીનતમ ઉડ્ડયન ટેકનોલોજી બનાવી રહ્યા છે.

 GE એરોસ્પેસ વિશે

GE એરોસ્પેસ (NYSE: GE) એ લગભગ 44,000 કોમર્શિયલ અને 26,000 લશ્કરી એરક્રાફ્ટ એન્જિનના સ્થાપિત આધાર સાથે વૈશ્વિક એરોસ્પેસ પ્રોપલ્શન, સેવાઓ અને સિસ્ટમ લીડર છે. 52,000 કર્મચારીઓની વૈશ્વિક ટીમની એક સદી કરતાં વધુ નવીનતા અને શીખવાની સાથે, GE એરોસ્પેસ ફ્લાઇટના ભાવિની શોધ કરવા, લોકોને ઉપર લાવવા અને તેમને સુરક્ષિત રીતે ઘરે લાવવા માટે પ્રતિબદ્ધ છે. www.geaerospace.com પર GE એરોસ્પેસ અને તેના ભાગીદારો આજે, આવતીકાલ અને ભવિષ્ય માટે ફ્લાઇટ કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે તે વિશે વધુ જાણો.

Related posts

Toyota Kirloskar Motor IntroducesLegender 4X4 in All New Manual Transmission (MT) Grade

Reporter1

Step into the Future of Cooking with the Imelda BLDC Chimney by Hindware Smart Appliances– High Suction Power of 2000 m³/hr for a Smoke-Free Kitchen!

Reporter1

All-New Dzire set to revolutionise the sedan segment; Pre-bookings now open

Master Admin
Translate »