Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsEducation

સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સાયકનોફેસ્ટ ૨૦૨૬ ની જાહેરાત

અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ — શિક્ષણવિદ ડૉ. મેધા ભટ્ટ દ્વારા સ્થાપિત SciKnowTechએજ્યુકેશન ફાઉન્ડેશન તેનું લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલSciKnowFest 2026 જેમાં ધોરણ 2 થી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 300 થી વધુ ઇન્ટરેકિટવપ્રોજેક્ટ્સ અને કાર્યકારી મોડેલ્સ રજૂ કરવામાં માટે સજ્જ છે.

આ માત્ર પ્રદર્શન નથી, પરંતુ એક જીવંત શૈક્ષણિક અનુભવ છે—જ્યાં વિધાર્થીઓપ્રયોગો અને મોડેલ્સ દ્વારા વર્ગખંડનાજ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડે છે. આ પ્રકાર નુ અનુભવલક્ષી શિક્ષણ જે આવિષ્કાર તરફ દોરી જાય છે. આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ વિશ્વેષણાત્મક વિચારશક્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. અમદાવાદ, મુંબઈ, ગાંધીનગર, સુરત અને વાપીસહિતનાશહેરોના વિદ્યાર્થીઓ સાથે બાહરીન, દુબઈ અને કતારથી આંતરરાષ્ટ્રીય ભાગીદારી આ ઉત્સવને વૈવિધ્યસભર બનાવશે. NGO, ટ્રસ્ટ અને સરકારી શાળાઓના બાળકોની ભાગીદારી દ્વારા સમાવેશક અને સમાન શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત થશે.

૩,૦૦૦ થી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે, કાર્નિવલમાં પોષણ, ભૌતિક ગુણધર્મો, મેગ્નેટિઝમ, “મિનિટ ટુ વિન ઇટ” જેવી પ્રવૃત્તિઓ તેમજ વિવિધ ઇન્ટરેકિટવ રમતો દ્વારા શિક્ષણને રસપ્રદ બનાવવામાં આવશે. દા વિન્ચી બ્રિજ, કેલિડોસ્કોપ્સ, રોલર કોસ્ટર પાછળનું વિજ્ઞાન, ફોરેન્સિક વિજ્ઞાન અને લેગો આધારિત સર્જનાત્મક માળખાં જેવા પ્રદર્શનોએમુલાકાતીઓને વિશેષ આકર્ષણ પૂરું પાડશે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરવાની તક આપે છે. સાથે જ સ્વતંત્ર અને સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે. આપના બાળકોના વિચારોને પાંખ આપો—શોધ, નવીનતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાઓ.

ઇવેન્ટની વિગતો:

તારીખ : 12 એપ્રિલ 2026(રવિવાર), સ્થળ: ગુલમહોરગ્રીન્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ,

સમય : સાંજે 05:30 PM

પ્રવેશ : મફત, પરંતુ નોંધણી ફરજિયાત @ https://allevents.in/ahmedabad/80001186926564

વેબસાઈટ : www.sciknowtech.com

Related posts

અમદાવાદ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

Master Admin

દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત‘માઇલ્સ એન માઇન્ડ્સ’ રનનું આયોજન કરાયું

Master Admin

દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી

Master Admin

Leave a Comment

Translate »