Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

તપ,સ્વાધ્યાયનું બ્રહ્માર્પણ-એને ક્રિયાયોગ કહે છે.

પ્રશંસા અને નિંદા સહન કરે એ આજનાં કાળમાં તપ છે.

નિંદા-સ્તુતિ સહન કરે એ તપ છે.

જેને માતાનો ખોળો અને બાપનો ખભો મળ્યો છે-એ ભાગ્યશાળી છે.

જો ગુરુની કરુણા હોય તો પવિત્રતા કે નસીબ ન હોય તો પણ એની નજીક રહી શકાય છે.

દેવભૂમિ ઉતરાખંડની દિવ્ય ચેતનાઓથી ભરેલા વિષ્ણુ પ્રયાગનાં તટ પર પ્રવાહિત રામકથાનો છઠ્ઠો મુકામ.

મહાપ્રભુજી કહે છે ચિંતા કેવી?સેવા કરો! કુંભજ ઋષિના આશ્રમમાંથી શિવ અને સતી કથા સાંભળીને નીકળે છે એ પછીની પંક્તિઓને બીજ પંક્તિ તરીકે લઈને સંવાદ ચાલી રહ્યો છે.બ્રહ્મનો એક પરિચય પતંજલિ યોગ સૂત્રમાં આવ્યો છે જે બિલકુલ વિષ્ણુને પણ લાગુ પડે છે.પતંજલિ કહે છે:

તપ: સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ.

જો ગુરુમુખ થઈ જઈએ તો આ ખૂબ સરળ છે, વિદ્વત મુખ થવાથી ખૂબ ક્લિષ્ટ-અઘરું છે.કોઈ સાધુના પાલે પડી જઈએ તો મા નાં દૂધની જેમ એ પીવડાવી શકે.

તંદુરસ્ત વ્યક્તિએ આઠ કલાકની નીંદર લેવી જોઈએ પણ આપણા શરીરની રચના એવી છે કે આ સૂત્ર બધાને લાગુ ન પડે.મા નાં પેટમાં બાળક ૨૪ કલાક સૂતું હોય છે.સુવે છે ત્યારે સર્જન ચાલુ હોય છે. વિજ્ઞાન કહે છે કે જે બાળક ૨૪ કલાક મા નાં પેટમાં ન સુઈ શકે એ કદાચ વિકલાંગ પેદા થવાની સંભાવના છે.સુવે છે એટલે વિકાસ થાય છે,જાગી જાય છે તો વિકાસ અટકી જાય છે.એ પછી જન્મ બાદ એના સુવાનો સમય ઓછો થાય છે.જેને માતાનો ખોળો અને બાપનો ખભો મળ્યો એ ભાગ્યશાળી છે.ધીમે-ધીમે નીંદર ઓછી થતી જાય છે તંદુરસ્ત વ્યક્તિએ ઓછામાં ઓછા આઠ કલાકની નીંદર કરવી જોઈએ પણ ઉંમર વધતી જાય એમ નીંદર ઓછી થાય એટલે વૃદ્ધો ત્રણ-ચાર કલાક સુએ પણ એણે અન્યને વ્હેલા ઊઠવાનું દબાણ ન કરવું જોઈએ,આ હિંસા છે.

આચાર્ય ગંધર્વરાજ કહે છે કે પ્રત્યેક નદી પોતાની ગતિથી વણાંક લે છે,પણ અંતે સાગરમાં જ મળે છે એમ પ્રત્યેક વ્યક્તિમાં વિશેષતા હોય છે પોતાની રુચિ અનુસાર બ્રહ્મપ્રાપ્તિ કરે છે.

વિષ્ણુ ભગવાનનાં પાંચ કર્મ છે.જે વૈષ્ણવોએ પણ કરવા જોઈએ.સીધા સાદા અને ઈમાનદાર હોઈએ તો આપણે કરી શકીએ.

એક-નિત્ય કર્મ:આપણે પ્રતિપળ જે કરીએ,પગ હલાવીએ,ચાલીએ,શ્વાસ ચાલે,ધડકન ચાલે અને રુધિરનું વહન આ કર્મ ચાલુ છે.

ગઈકાલે મેં કહ્યું હતું કે બુદ્ધપુરુષ પાસે જે પવિત્ર હોય અથવા નસીબદાર હોય એ રહી શકે છે પણ એક ત્રીજી વાત પણ છે જો ગુરુની કરુણા હોય તો પવિત્રતા કે નસીબ ન હોય તો પણ એ નજીક રહી શકે છે.પવિત્રતાનો મતલબ ન્હાઇ-ધોઈને કે બેરખો હાથમાં લઈને કે તિલક કરીને-એવું નથી પણ રાગ દ્વેષથી મુક્ત એ પવિત્રતા છે.શૌચ,સ્નાન સંધ્યા આદિ કર્મ.બીજું-નિમિત કર્મ:જેમાં અનુષ્ઠાન કરીએ વગેરે.ત્રીજું-કામ્ય કર્મ.ચોથું-પ્રાયશ્ચિત કર્મ:ઇરાદો ન હોવા છતાં પણ ક્યારેક ભૂલ થઈ જાય ત્યારે શ્રાદ્ધ, તર્પણ,તીર્થમાં જઈને હોમ-હવન આ પ્રાયશ્ચિત કર્મ છે.પાંચમું-દેશ,કાળ અનુસાર કર્તવ્ય.જેમ કે કોરોના આવેલો ત્યારે આપણે બહાર ન નીકળવું.એ પરિસ્થિતિ અનુસાર નિભાવવું પડે.આવો! આપણે એવા પાંચ કર્મો કરીએ અને વિષ્ણુ અને વૈષ્ણવ બનવા તરફ આગળ વધીએ.

ત્રણ વસ્તુને પતંજલિએ ક્રિયાયોગ કહ્યું છે.જેમાંનું એક છે:તપ.પણ તપ કઠિન અને જટિલ નહીં એમાં મધ્યમ માર્ગી રહેવું જોઈએ.પ્રશંસા અને નિંદા સહન કરે એ આજના કાળમાં તપ છે.નિંદા-સ્તુતિ સહન કરે એ તપ છે.બીજું-સ્વાધ્યાય .તપને પણ સ્વાધ્યાય કહેવાયું છે.અથવા તો કોઈ પણ સદગ્રંથનું ચિંતન મનન.ત્રીજું છે તપ અને સ્વાધ્યાય જે કરીએ છીએ એ ઈશ્વરને અર્પણ કરવું.આને ક્રિયાયોગ કહે છે.

રાજકુમારોને નામકરણ,વિદ્યા વગેરે સંસ્કાર અપાયા પછી યજ્ઞરક્ષા માટે વિશ્વામિત્ર આવવાના છે એ વાત પર આજની કથા રોકાઇ. 

Box

પરમવિષ્ણુ-રામની ચાર ભુજાઓ કઈ છે?

ડાબી બાજુ બિરાજતી જાનકી એ ડાબો હાથ છે. ભાઈને પણ ભુજા એટલે કે હાથ કહેવાય છે.પોતાનો મિત્ર-સખા એ ત્રીજો હાથ છે.સેવક આપણો ચોથો હાથ છે.

પરમ વિષ્ણુ ચાર ગતિ-ચાર મુક્તિ આપે છે.

૧-સાલુક્ય મુક્તિ:એટલે કે એ લોકમાં બેસાડે છે જે લોકમાં વિષ્ણુ છે.આ વિભીષણને પ્રદાન કરી.

૨-સારુપ્ય મુક્તિ:એના જેવું રૂપ આપે છે.

૩-સાયુજ્ય મુક્તિ:જ્યાં સુધી ઈશ્વર રહે ત્યાં સુધી એને પણ આયુષ્ય આપે.જે હનુમાનને આપેલી છે. ૪-સામીપ્ય મુક્તિ:પોતાની નજીક રાખે છે.જે લક્ષ્મણને આપેલી છે.

Related posts

બિહાર , મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મ્રુત્યુ પામેલાને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Master Admin

મેઘાણીજીની રચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ, ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.

Master Admin

ગીતા અને રામાયણ આપણી મા છે એ ભૂલશો નહીં. – મોરારીબાપુ

Master Admin

Leave a Comment

Translate »