Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

૫ દિવસ માટે ગરમીને લઇને ગરમીનું યલો એલર્ટ અપાયું

રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ

ચાર દિવસમાં તાપમાન ચાર ડિગ્રી જેટલું વધશે : તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૦ એપ્રિલ ૨૦૨૬ — છેલ્લા કેટલાક દિવસથી વેઘરની પેર્ટન ચેન્જ થતાં આ વર્ષે માર્ચમાં ઉનાળામાં જે ગરમી પડે, તેવી ગરમીનો અનુભવ ન થઇ શક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ માવઠું થયું છે. જો કે હવે માવઠાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગે હવે તાપમાનમાં વધારો થવાના સંકેત આપ્યાં છે. આગામી દિવસોમાં ૪ ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગે આગામી ૫ દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, ૧૧ એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે આ સિસ્ટમ ભારતના દક્ષિણ અને પૂર્વ વિસ્તારને અસર કરશે અને આ વિસ્તારમાં તેના કારણે કમોસમી વરસાદ થશે. પરંતુ આ સિસ્ટમથી ગુજરાતના વાતાવરણમાં કોઇ અસર નહિ થાય. આકશ સ્વસ્છ રહેશે અને તાપમાનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થશે

૧૧થી ૧૪ એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં અમરેલીમાં ૩૬.૭ સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં ૩૬.૬ અને ગાંધીનગર ૩૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.

તો બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત આઠ રાજ્યોમાં હવામાન ચેતવણી જાહેરી કરવામાં આવી છે. આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ૈંસ્ડ્ઢ અનુસાર, કેટલાક રાજ્યોમાં પાંચથી છ દિવસ સુધી તોફાન અને વરસાદ ઓછો થઈ શકે છે. જોકે, અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદ તબાહી મચાવશે. દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧૬.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલુ રહેશે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, ૧૦ એપ્રિલ એટલે કે આજથી હવામાનમાં સુધારો થવાની ધારણા છે અને રાજસ્થાનમાં મોટાભાગે શુષ્ક હવામાન રહેશે. ૈંસ્ડ્ઢ મુજબ, ૧૦ એપ્રિલથી આગામી ચારથી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. ૧૧ એપ્રિલથી તાપમાનમાં ૩-૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. શ્રી ગંગાનગર, હનુમાનગઢ અને નાગૌર જેવા જિલ્લાઓમાં પણ કરા પડવાની સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજધાની જયપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની ધારણા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. હાલમાં, ૧૦થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. જોધપુર, બિકાનેર, શ્રી ગંગાનગર, હનુમાનગઢ, ચુરુ, ઝુનઝુનુ, સીકર, જયપુર, દૌસા, અલવર, નાગૌર, ટોંક, ભરતપુર અને ધોલપુર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જોકે, આ વર્ષે મે અને જૂનમાં પણ ભારે ગરમી પડવાની આગાહી છે.

Related posts

સરકારની સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિમાં અલ્પેશ કથિરીયાએ એક મુદ્દો ઉઠાવ્યો

Master Admin

ગુજરાતમાં ’SIR’ વિવાદઃ ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-૭ પાછા લેવા પડ્યા

Master Admin

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ

Master Admin

Leave a Comment

Translate »