Nirmal Metro Gujarati News
Uncategorized

મોરબી અને બોટાદ નજીક પાણીમાં ડૂબી જતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત પર જાણે કાળચક્ર ફરી રહ્યું હોય તેમ અકુદરતી મૃત્યુનો સીલસીલો અટકવાનું નામ નથી લેતો. હજુ ભાવનગરમાં બોર તળાવમાં ચાર કિશોરીઓ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામી તે ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં માળીયાના વર્ષા મેડી ગામમાં ૩ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા રાજકોટના મહેન્દ્ર ભાઈ (અતુલ ઓટો) દ્વારા પહોંચતી કરવામાં આવી છે.
           એ પ્રમાણે બોટાદ નજીક આવેલા સમઢિયાળા ગામમાં પણ બરવાળાના બે આશાસ્પદ યુવાનોનું પાણી માં ડૂબી જતાં મોત થયું છે તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

સ્ટડી ગ્રુપનાયુકે યુનિવર્સિટી ડિસ્કવરી ડેને અદભુત પ્રતિસાદઃ ગુજરાતમાં સેંકડો વિદ્યાર્થીઓએ અગ્રણી યુકે યુનિવર્સિટીઓમાં ભણવાના વિકલ્પો જોયા અને મૂલ્યવાન ઈનસાઈટ્સ પ્રાપ્ત કરી

Reporter1

ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક લાસ્ટ- માઈલ મોબિલિટી ઓફરને વિસ્તારીઃ સંપૂર્ણ નવી ટાટા એસ ઈવી 1000 લોન્ચ કરી

Reporter1

ગ્રીવ્ઝ ફાઈનાન્સ લિ. દ્વારા અમદાવાદમાં 100 ટકા ઈ-કેન્દ્રિત ધિરાણ મંચ "evfin" રજૂ

Reporter1
Translate »