Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ચૂંટણી બહિષ્કારઃ લોકોએ ચૂંટણી સમયે નેતાઓનું નાક દબાવ્યું, બેનર લગાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વાપી,તા.૧૬ એપ્રિલ ૨૦૨૬ –– મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે ચૂંટણી પ્રચાર વખતે બંને પક્ષોની ખરી પરીક્ષા વાપી મહાનગરપાલિકામાં જોડાયેલા ૧૧ ગામના વિસ્તારોમાં થઈ રહી છે. છીરીમાં વોર્ડ નંબર ૩ના વલ્લભનગરમાં લોકોએ રોડ બનાવવાની માગ સાથે ચૂંટણી બહિષ્કારનું આંદોલન શરૂ કર્યું છે.

અહીંના લોકોએ ચૂંટણી સમયે જ નેતાઓનું નાક દબાવવા “રોડ નહીં તો.. વોટ નહીં…”ના બેનર લગાવી અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોમાં પાયાની સુવિદ્યાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ વિસ્તાર અગાઉ છીરી ગ્રામ પંચાયતમાં હતો. આથી એ સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં રસ્તા, પાણી, સ્વચ્છતા અને ડ્રેનેજ સહિતની સમસ્યાઓ હતી અને મહાનગરપાલિકા બન્યા બાદ પણ હજુ સમસ્યા ઠેરની ઠેર છે.

અહીંની સૌથી મોટી સમસ્યા અહીંના રસ્તાની છે. વર્ષોથી આ વિસ્તારમાં મુખ્ય રસ્તાથી અંદર આવવા પાકો રસ્તો નહીં હોવાથી લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે.. અને વલ્લભનગર વિસ્તારમાં રોડ નહીં તો વોટ નહીંના લાગેલા બેનરોએ ચર્ચા જગાવી છે.

Related posts

‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે’

Master Admin

બિહાર ચૂંટણીના પરિણામોને પડકરાતી પ્રશાંત કિશોરની અરજી સુપ્રીમે ફગાવી

Master Admin

દમણના કચીગામમાં યુવાન ૯૮૯ ગ્રામ ગાંજા સાથે પકડાયો

Master Admin

Leave a Comment

Translate »