Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

અનેકની અટકાયત

કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે, સાંસદ બાંસુરી સ્વરાજ અને કમલજીત સેહરાવતની અટકાયત કરવામાં આવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૮ એપ્રિલ ૨૦૨૬ –– મહિલા અનામત બિલ પસાર ન થઈ શકતા ભાજપે હવે રસ્તા પર ઉતરીને વિપક્ષને ઘેરવાની રણનીતિ અપનાવી છે. શનિવારે ભાજપના સાંસદો હેમા માલિની, બાંસુરી સ્વરાજ અને કમલજીત સેહરાવતની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘર તરફ કૂચ કરી હતી.

દેખાવકારોને વિખેરવા માટે દિલ્હી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે, સાંસદ બાંસુરી સ્વરાજ અને કમલજીત સેહરાવતની અટકાયત કરવામાં આવી હતી. કાળી પટ્ટીઓ બાંધીને મહિલા નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા કે, ફૂલ નહીં ચિંગારી હૈ, હમ ભારત કી નારી હૈ.

ભાજપે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને ‘ધોખેબાઝ’ ગણાવતું પોસ્ટર શેર કર્યું છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકે મહિલાઓને ૩૩ ટકા અનામત મળતા રોકીને દેશની અડધી વસ્તી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

Related posts

ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

Master Admin

ડીપી વર્લ્ડનો ‘ધ લોકર રૂમ’ શો ગોલ્ફ અને ક્રિકેટના દિગ્ગજોને સાથે લાવશે

Master Admin

NAMTECH અને ઇન્ટેલ ઇન્ડિયાએ ભારતની સેમિકન્ડક્ટર અને એઆઈ ટેલેન્ટ પાઇપલાઇન બનાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

Master Admin

Leave a Comment

Translate »