Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

8 મે, 2026થી શરૂ થઈ રહેલા એમેઝોન ઈન્ડિયાના ગ્રેટ સમર સેલ 2026 સાથે એઆઇથી પસંદ કરેલી ચીજવસ્તુઓ ખરીદો

  • પ્રાઇમ સભ્યો વિવિધ શ્રેણીઓમાં 3%સુધીની વધારાની બચત અને ફ્લેટ રૂ. 250નું કેશબેક માણી શકે છે
  • રુફસ, લેન્સ એઆઇ, રિવ્યુ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટ્રી સહિતના એઆઇ ટુલ્સ ગ્રાહકોને ઉનાળાની યોગ્ય પ્રોડક્ટ્સ શોધવા અને આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવા માટે માર્ગદર્શન આપે છે
  • ગ્રાહકો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર 10% સુધીની ત્વરીત બચતમાંથી લાભ મેળવી શકે છે

બેંગલુરુ | ૦૩ મે ૨૦૨૬ | એમેઝોન ઈન્ડિયાએ આજે જાહેર કર્યું છે કે ગ્રેટ સમર સેલ 2026, 8 મેની રાત્રે 12:00 વાગ્યાથી લાઇવ થશે, જે સ્માર્ટફોન, ફેશન, બ્યુટી, હોમ, કિચન, મોટા એપ્લાયન્સિસ, ગ્રોસરી, રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિતની કેટેગરીઝમાં પસંદ કરેલી એઆઇ પ્રોડક્ટ્સની વ્યાપક પસંદગી એક સાથે લાવશે. ગ્રાહકો સેમસંગ, એપલ, વનપ્લસ, ડેલ, હાયર, નાઇકી, મોટોબારા, ટોકિયો ટોકિસ, કોસરેક્સ, લેગો, સ્લીપવેલ અને પેમ્પર્સ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સની તાજેતરની પ્રોડક્ટ્સની સાથે સાથે રોમાંચક નવી લોન્ચ અને ડીલ્સની પણ રાહ જોઇ રહ્યા છીએ.

એક્સક્લુઝિવ પ્રાઇમ-ઓનલી ઓફર્સ સાથે વધુ મૂલ્ય મેળવો અને રૂ. 2,500ની ખરીદી પર રૂ. 250 કેશબેક અને 2 લાખથી વધુની આઇટમ્સ પર વધારાના 3%ની છૂટનો આનંદ માણો. દરેક ખરીદીમાં તમારી બચત વધારવા માટે પ્રાઇમમાં જોડાઓ.

વ્યાજબી કિંમત અને દેશવ્યાપી ડિલિવરી

જુદી જુદી કેટેગરીઝમાં શ્રેષ્ઠ ડીલ્સ ઉપરાંત ગ્રાહકો ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન ઘણા વ્યાજબી વિકલ્પો જોઇ શકે છે, જેમાં પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ ઇએમઆઇ, ત્વરીત બેંક ડિસ્કાઉન્ટ્સ, એક્સચેન્જ ઓફર્સ અને એમેઝોન પેના લાભો સામેલ છે, જે ઉનાળાની આવશ્યક ચીજવસ્તુઓ અને પ્રિમિયમ ખરીદીઓ બંનેને વધુ પહોંચક્ષમ બનાવે છે. 100% સેવાયોગ્ય પિન-કોડ પર ઝડપી અને સુવિધાજનક ડિલિવરીની સાથે સમગ્ર દેશમાં ગ્રાહકો સરળ અને સુવિધાજનક ખરીદીનો અનુભવ માણી શકે છે.

મોસમની સૌથી હોટ એઆઇથી પસંદ કરેલી ઓફર્સ ટૂંક સમયમાં લાઇવ થવા જઈ રહી છે

સેમસંગ, એપલ, વનપ્લસ, રેડમી, આઇક્યુઓઓ, એલજી, ગોદરેજ, નાઇકી, મોકોબારા, લિવાઇસ, કોસરેક્સ, ફાર્મલી, મેટલ સહિતની ટોચની બ્રાન્ડ્સ પર મોસમની સૌથી આકર્ષક ડીવ્સ અને અમર્યાદિત બચતનો અનુભવ કરો. એઆઇ સંચાલિત ઉપકરણ પર 70% સુધીની બચત કરો અને મોબાઇલ તથા એક્સેસરીઝ પર 40% સુધીની છૂટનો આનંદ માણો, સાથે સાથે રૂ. 66,000 સુધીના એક્સચેન્જના લાભ પણ માણો. હોમ એપ્લાયન્સિસ પર 65% સુધીની છૂટની સાથે સ્માર્ટ હોમમાં અપગ્રેડ કરો, સાથે સાથે રૂ. 20,000 સુધીના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને એલેક્સા તથા ફાયર ટીવી સ્ટિક ધરાવતા ઇકો ઉપકરણો પર 45% સુધીની છૂટ મેળવો. આ ગરમીમાં, ગ્રાહક રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ, હોમ અને કિચન એપ્લાયન્સિસ, ફેશન, બ્યુટી સહિત ઘણા પર બ્લોકબસ્ટર ડીલ્સનો લાભ મેળવી શકે છે. સર્વ અને ધ પ્રિમિયમ એડિટના ટોપ પિક્સ સહિત ફેશન અને બ્યુટી પર 50થી 80% સુધીની છૂટ, રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પર 60% સુધીની છૂટ અને ઘર તથા કિચન એપ્લાયન્સિસ પર 45% સુધીની છૂટનો આનંદ મેળવો. આ ઉપરાંત, ગ્રાહક કેટલાક પસંદગીના પિનકોડમાં 3-કલાકની ડિલિવરી સાથે 70% સુધીની છૂટની સાથે ફૂલ, કેક અને અન્ય તહેવારની ચીજવસ્તુઓ ખરીદી શકે છે. આ ગરમીમાં રમકડાં, ગેમ્સ અને અન્ય ઘણા બધા પર 70% સુધીની છૂટની સાથે ઓછા પૈસામાં વધુ મજા ઘરે લાવો અને દરેક વયજૂથ માટે આકર્ષક વસ્તુઓ શોધો. 

વ્યક્તિગત ખરીદીના અનુભવ માટે એઆઇ સંચાલિત શોધ

એમેઝોન ઈન્ડિયા ગરમીની ખરીદીને એઆઇ સંચાલિત ટુલ્સ સાથે વધુ સરળ અને વધુ સહજ બનાવી રહી છે, જેને ઝડપી શોધ તથા સરળ નિર્ણય લેવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. રફસની સાથે, ગ્રાહકો ‘ગરમીનાં વેકેશન માટે રૂ. 5000ની નીચેના વસ્ત્રોનાં સૂચનો’ અથવા ‘મને ઊર્જા કાર્યક્ષમ એસી બતાવો’ જેવા નેચરલ પ્રોમ્પ્ટથી વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે, જ્યારે ‘લેન્સ એઆઇ’ યુઝર્સને ઓનલાઇન અથવા ઓફલાઇન માત્ર ફોટો લઈને પ્રોડક્ટ્સ ત્વરીત શોધવા સક્ષમ બનાવે છે. રફસ 30થી 90 દિવસની પ્રાઇઝ હિસ્ટ્રી ટ્રેકરની સાથે સ્માર્ટ પ્રાઇસ ટ્રેકિંગ પણ આપે છે અને જ્યારે ઇચ્છિત આઇટમ કિંમતના લક્ષ્યાંક સુધી પહોંચે ત્યારે તમારી ખરીદી પૂરી કરવા માટે એલર્ટ મોકલે છે. આ ઉપરાંત, એઆઇ રિવ્યુ હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ જેવી વિશેષતાઓ મૂલ્યાંકન અને વિઝ્યુલાઇશેનને વધુ સરળ બનાવે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજિસ લોકોની પસંદગી પ્રમાણે પ્રોડક્ટ્સ શોધવાનું સુનિશ્ચિત કરે છે.

એમેઝોન પેની સાથે તમારી બચતને વધારો

એમેઝોન પે ગ્રાહકો હવે આ ઉનાળામાં એમેઝોન પર ફ્લાઇટ, હોટેલ અને બસ બુક કરી શકે છે અને આ ત્રણેય કેટેગરીઝમાં બચત કરી શકે છે. સ્થાનિક ફ્લાઇટના દરો રૂ. 2,799 (જયપુર-દિલ્હી) જેટલી ઓછી કિંમત્તથી શરૂ થાય છે અને આંતરરાષ્ટ્રીય ભાડુ રૂ. 10,999 (કોલકાતા-બેંગકોક)થી શરૂ થાય છે, અને તમામ ફ્લાઇટ બુકિંગ પર ફ્લેટ 8%ની છૂટ મળે છે. હોટલ અને રિઝોર્ટ 40% સુધીની છૂટ મળી રહી છે, જેમાં જયપુર, ઊટી, કોચી, બેંગકોક, કુઆલા લમ્પુર, અને જાપાન જેવા લોકપ્રિય સ્થળો પર રૂ. 3,599થી શરૂ થતા રોકાણનો સમાવેશ થાય છે; જ્યારે લોકપ્રિય રૂટ્સ પર બસ બુકિંગ્સ પર 15% સુધીની છૂટ મળે છે. એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી કરતા ગ્રાહકો ખરીદીઓ પર અમર્યાદિત 5% કેશબેક માણી શકે છે – જેમાં ફ્લાઇટ બુકિંગ્સ પર વધારાનાં 5% કેશબેકનો સમાવેશ થાય છે – સાથે સાથે પ્રાઇમ ગ્રાહકો માટે રૂ 2,500 સુધીના વેલકમ રિવોર્ડ્સ પણ છે. પાત્ર ગ્રાહકો એમેઝોન પે લેટરની સાથે રૂ. 60,000 સુધીનાં ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને રૂ. 600 સુધીના વેલકમ રિવોર્ડ્સ પણ મેળવી શકે છે, જ્યારે ફેશન, બ્યુટી, કિટન, હોમ, ગ્રોસરી અને અન્ય ચીજવસ્તુઓ પર રૂ. 1,500થી શરૂ થતા ઓર્ડર પર 3 મહિના નો કોસ્ટ ઇએમઆઇ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ગ્રાહક ટોચની કેટેગરીમાં 300થી વધુ બ્રાન્ડગિફ્ટ કાર્ડ શોધી શકે છે અને 10%* સુધીની બચત કરી શકે છે, જેને Amazon.in પર 15 કરોડથી વધુ પ્રોડક્ટ્સ, એમેઝોન પે પર બિલની ચુકવણી, ટ્રાવેલ બુકિંગ અને મૂવીની ટિકિટની સાથે સાથે 10,000થી વધુ એપ પર રિડીમ કરી શકાય છે. ગ્રાહકો નાણાં મોકલવા માટે એમેઝોન પે યુપીઆઇનો પણ ઉપયોગ કરી શકે છે અને તેમની આગામી એમેઝોન ખરીદીના ઓર્ડર (ઓછામાં ઓછા રૂ. 1000 ઓર્ડર મૂલ્ય) પર ફ્લેટ રૂ. 50નાં કેશબેકને અનલોક કરી શકે છે. નિયમો અને શરતો લાગુ.

એમેઝોન બજાર સાથે મોટી બચત

એમેઝોન બજાર ફેશન, કિચન અને ઘરની શ્રેણીઓમાં ખૂબ વ્યાજબી ચીજવસ્તુઓ માટે તમારી પસંદગીનું સ્થળ છે. ગ્રેટ સમર સેલ દરમિયાન, રૂ. 299થી ઓછામાં ટ્રેન્ડી ચીજવસ્તુઓ ખરીદો, આકર્ષક દૈનિક ડીલ્સ અનલોક કો અને રૂ. 500 સુધીના વધારાના કેશબેકને માણો, જ્યારે નવા યુઝર્સ તેમના પ્રથમ ઓર્ડર્સ પર ફ્લેટ 50% કેશબેક મેળવી શકે છે. ફ્રી ડિલિવરી, પે-ઓન-ડિલિવરી વિકલ્પો અને દરેક ઓર્ડર પર 5-દિવસનાં સરળ રિટર્નની સાથે ખરીદી હવે વધુ સારી બની ગઈ છે.

Related posts

ટાટા મોટર્સ અને યુકો બેંક ભારતનાં કમર્શિયલ વાહન ધિરાણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ભાગીદારી કરે છે

Reporter1

Sellowrap Industries Limited to Launch IPO on July 25, 2025; Over Four Decades of Automotive Expertise Enters Capital Markets

Reporter1

Ultracab (India) Ltd’s Rs.4981 lakh Rights Issue Opened for subscription on January 28, 2025

Reporter1

3 comments

Harper4281 May 3, 2026 at 7:34 pm Reply
Alaina4259 May 3, 2026 at 10:13 pm Reply
Ashton1187 May 4, 2026 at 5:35 am Reply

Leave a Comment

Translate »