Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર

મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર

હિંસા અને જાતીય સતામણી જેવા ગંભીર આરોપો હેઠળ અનેક દિગ્ગજ નેતાઓની ધરપકડ કરવામાં આવતા હડકંપ

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૨૦ મે ૨૦૨૬ –– પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને પંચાયત સ્તરના પદાધિકારીઓ વિરુદ્ધ રાજ્યવ્યાપી કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નાણાકીય હેરાફેરી, પરાણે વસૂલી (રંગદારી), ગેરકાયદેસર હથિયારો રાખવા, ચૂંટણી પછીની હિંસા અને જાતીય સતામણી જેવા ગંભીર આરોપો હેઠળ અનેક દિગ્ગજ નેતાઓની ધરપકડ કરવામાં આવતા બંગાળના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.

પૂર્વ મંત્રી સુજીત બોસ જેલભેગા થઈ ચૂક્યા છે. નગરપાલિકા ભરતી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. સંદેશખાલીનો વિવાદિત શેખ શાહજહાં અટકાયતમાં છે. મોટા પાયે જમીન હડપ કરવા, મહિલાઓ પર અત્યાચાર ગુજારવા અને EDની ટીમ પર હુમલો કરવાના મુખ્ય આરોપ હેઠળ તે હાલ પોલીસની કસ્ટડીમાં છે. ્‌સ્ઝ્ર ધારાસભ્યના પુત્ર પાસે મળ્યા વિદેશી હથિયાર. દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં STF દ્વારા બિષ્ણુપુરના TMC ધારાસભ્ય દિલીપ મંડલના પુત્ર અર્ઘ્ય મંડલની ધરપકડ કરાઈ છે, જેની પાસેથી વિદેશી પિસ્તોલ અને ગેરકાયદેસર કારતૂસ મળી આવ્યા છે. ૧૩ કરોડની બૅંક છેતરપિંડીના કેસમાં માલ્દાના રતુઆ બ્લોકમાં TMC સંચાલિત બિલાઈમારી પંચાયતના પ્રધાન સ્મૃતિકણા મંડળ અને તેમના પતિ અનિલ મંડળની સ્થાનિક સહકારી બૅંકમાંથી આશરે ૧૩ કરોડ રૂપિયાની ઉચાપતના આરોપમાં ધરપકડ કરાઈ છે.

રાજ્યમાં માત્ર શીર્ષ નેતાઓ જ નહીં, પરંતુ જિલ્લા અને બ્લોક સ્તરના નેતાઓની પણ તાબડતોડ ધરપકડ થઈ રહી છે. કૂચબિહાર બ્લોક નંબર ૧ સમિતિના TMC અધ્યક્ષ અબ્દુલ કાદર હકની રાજકીય વિરોધીઓ પર હુમલા અને તોડફોડના આરોપસર ધરપકડ કરાઈ છે. ફાલ્ટા પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ સૈદુલ ખાન, સરજીત વિશ્વાસ અને રાજદીપ દેની પણ રંગદારી અને જાનલેવા હુમલાના કેસમાં અટકાયત કરવામાં આવી છે.

આ કાર્યવાહીથી ગભરાઈને અનેક નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ધારાસભ્ય દિલીપ મંડળ પુત્રના હથિયાર કેસમાં નામ આવ્યા બાદથી જ લાપતા છે. આ ઉપરાંત, દિનહાટાના પૂર્વ TMC ધારાસભ્ય ઉદયન ગુહા પણ ચૂંટણી પછીથી જ વિસ્તારમાંથી ગાયબ છે, જેમની શોધમાં પોલીસ સતત દરોડા પાડી રહી છે.

આ મોટી કાર્યવાહી બાદ પશ્ચિમ બંગાળના ખૂણે-ખૂણેથી વર્ષોથી દબાયેલો જનતાનો આક્રોશ સામે આવી રહ્યો છે. અનેક પોલીસ સ્ટેશનો બહાર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જમીની પરિસ્થિતિ એટલી હદે બદલાઈ ગઈ છે કે લોકોના ગુસ્સાને જોઈને ઘણા સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ લોકો પાસેથી બળજબરીપૂર્વક વસૂલેલી ખંડણીની રકમ સામે ચાલીને પાછી આપવી પડી રહી છે!

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય

Master Admin

ગ્રીક ચેસ સ્ટાર સ્ટાવ્રુલા ત્સોલાકિડોઉએ શાનદાર કમબેક સાથે ‘પ્લેયર ઑફ ધી ટુર્નામેન્ટ’નો ખિતાબ જીતીને જાવા ઑલ સ્ટાર્સ 42 ‘સિલ્વર નાઇટ’ બોબર મેળવી

Master Admin

૩૭ ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું

Master Admin

Leave a Comment

Translate »