Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો

બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો કોંગોનો યુવક

આ યુવકને વડોદરાથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જે બાદ તેના સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને યુવકના બે મિત્રો સહિત કુલ ૩ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૮ મે ૨૦૨૬ — ગુજરાતભરના લોકો તેમજ આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર એ છે કે કૉંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી, કૉંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાઈરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ તેમને અફવાથી દૂર રહેવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર ભરોસો કરવાની અપીલ કરી છે. મહત્વનું છે કે ગઈકાલે બુધવારના રોજ ભારત પ્રવાસે આવેલા મૂળ આફ્રિકન દેશના આ યુવકને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જે બાદ તેના સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને યુવકના બે મિત્રો સહિત કુલ ૩ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. પણ રિપોર્ટ નેગેટિવ આવતા ત તંત્ર સહિત ક્વોરન્ટાઇન થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આફ્રિકાના કોંગોમાં રહેતો ૩૭ વર્ષનો યુવક બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો. મુંબઇમાં રોકાયા પછી સેલવાસ અને દમણ ગયા પછી તે ગઇકાલે વડોદરાની એક કંપનીમાં વિઝિટ માટે આવ્યો હતો. રાત્રે તેને તાવ આવતા કંપનીનો સ્ટાફ તેઓેને સારવાર માટે વારસિયા રિંગરોડની હોસ્પિટલમાં લઇ ગયો હતો. ટ્રાવેલિંગ હિસ્ટ્રી જાણ્યા પછી દર્દીને ક્વોરન્ટાઇન કરાયો હતો.

હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, અમારી પાસે ઇબોલાની સારવાર માટેની માન્યતા નથી. જેથી, કોર્પોરેશનને જાણ કરવામાં આવતા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો હતો.

આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (છસ્ઝ્ર) આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા ૧૧ જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ વખતે ઈબોલાનો બુંડીબુગ્યો સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે, જે આ વાઈરસનો એક અત્યંત દુર્લભ પ્રકાર છે. આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ ખાસ વેક્સિન કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી, જેના કારણે રોગને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. ઉર્ૐંના મતે, આ સ્ટ્રેનમાં મૃત્યુદર ૩૦% થી ૫૦% સુધી હોઈ શકે છે. આ વાઈરસ સૌપ્રથમ ૨૦૦૭માં યુગાન્ડાના બુંડીબુગ્યો વિસ્તારમાં જોવા મળ્યો હતો.

આ ચેપ મે ૨૦૨૬માં કોંગોના ઈતુરી પ્રાંતમાંથી શરૂ થયો હતો. આ વિસ્તાર લાંબા સમયથી હિંસા અને સંઘર્ષથી પ્રભાવિત છે. અહીં મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકો અને સોનાની ખાણોમાં કામ કરતા મજૂરો રહે છે. લોકોની સતત અવરજવરને કારણે વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને હવે તે નોર્થ કિવુ અને સાઉથ કિવુ પ્રાંત સુધી પહોંચી ગયો છે. સાઉથ કિવુના કેટલાક ભાગો પર બળવાખોર સંગઠનનો કબજો છે.

ભારત સરકારે આ ખતરાને જોતા તકેદારીના ભાગરૂપે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. કોંગો અને યુગાન્ડાથી આવતી ફ્લાઈટ્‌સ પર કોવિડ જેવા જ પ્રોટોકોલ લાગુ કરાયા છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ અને શંકાસ્પદ મુસાફરોને પ્લેનમાં અલગ બેસાડવાના નિયમો લાગુ કરાયા છે. સાથેજ વેલ એડવાઈઝરી જાહેર કરીને સરકારે નાગરિકોને આગામી સૂચના સુધી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા ન કરવા સલાહ આપી છે.

ઈબોલા વાઈરસ સૌપ્રથમ ૧૯૭૬માં આફ્રિકામાં જોવા મળ્યો હતો. વાઈરસ સંક્રમિત વ્યક્તિના લોહી, શારીરિક પ્રવાહી , કપડાં, પથારી અને તબીબી ઉપકરણોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ઉપરાંત ચામાચીડિયા, ચિમ્પાન્ઝી, ગોરિલા અને વાંદરા જેવા સંક્રમિત પ્રાણીઓના સંપર્કથી પણ મનુષ્યોમાં ફેલાય છે.

શરૂઆતમાં તાવ, નબળાઈ અને શરીરનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. સ્થિતિ ગંભીર થવા પર ઉલ્ટી, ડાયરિયા અને શરીરમાંથી લોહી વહેવા જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. તબીબોના મતે, આ વાઈરસના શરૂઆતી લક્ષણો મેલેરિયા જેવા સામાન્ય રોગોને મળતા આવતા હોવાથી તેની તાત્કાલિક ઓળખ કરવી મુશ્કેલ બને છે, જેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાય છે.

Related posts

એવૉર્ડ-વિનિંગ BSA ગોલ્ડ સ્ટાર 650 દ્વારા બે નવા એડિશન – બ્રૂકલેન્ડ્સ બ્લેક અને બર્મિંગહામ બ્લ્યૂના લોન્ચિંગ સાથે તહેવારોની ઉજવણી

Master Admin

કોમર્શિયલ એલપીજીના ભાવમાં ૧૯૨ રૂપિયાનો ઘટાડો થયો

Master Admin

ચૂંટણીમાં હાર્યા બાદ વકીલ બની ગયા મમતા બેનર્જી?

Master Admin

2 comments

Faye3452 May 29, 2026 at 12:27 am Reply
Ricky1602 May 29, 2026 at 7:42 am Reply

Leave a Comment

Translate »