Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

અયોધ્યાના રામમંદિરની સુરક્ષા પાછળ ૧૧ મહિનામાં ૧૦ કરોડ ખર્ચાયા છતાં દાનની ચોરી

અનેક મોટા નામ શંકાના ઘેરામાં

રામ મંદિર દેશના સૌથી સુરક્ષિત ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને આધુનિક દેખરેખ તંત્ર ઉપલબ્ધ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા, તા.૧૯ જૂન ૨૦૨૬ — અયોધ્યાની રામનગરીમાં આ દિવસોમાં શ્રદ્ધા અને સવાલો બંને એકસાથે ચર્ચામાં છે. એક તરફ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ભગવાન રામલલાનું ભવ્ય મંદિર છે, તો બીજી તરફ તે જ પરિસરમાં ચાલી રહેલી તપાસે નવી જિજ્ઞાસાઓ જગાવી છે. રામ મંદિરમાં કથિત ચોરી અથવા નાણાકીય અનિયમિતતા મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસનો દાયરો હવે ઝડપથી વધી રહ્યો છે, જેમાં સુરક્ષા અને વહીવટી તંત્ર સાથે જોડાયેલા જવાબદાર લોકોની ભૂમિકા પણ ખંગાળવામાં આવી રહી છે.આ તપાસમાં અત્યાર સુધી રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવનું નામ સૌથી મોટું રહ્યું છે. પરંતુ, હવે તપાસ એજન્સીઓનું ધ્યાન સીસીટીવી (CCTV) અને ટેકનિકલ દેખરેખ સંભાળતા રેડિયો મેન્ટેનન્સ ઓફિસર (RMO) પર કેન્દ્રિત થયું છે. આ અધિકારી છેલ્લા ૧૭ વર્ષથી કોઈ પણ પ્રકારની બદલી વગર આ જ પરિસરમાં તહેનાત છે. SIT હવે એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે આટલા લાંબા સમય સુધી એક જ સ્થાને તેમની નિમણૂક પાછળ કયા સંજોગો જવાબદાર હતા. હાલમાં સીસીટીવી કેમેરાની કામગીરી, બેકઅપ સિસ્ટમ, ડેટા પ્રોટેક્શન, ડિજિટલ રેકોર્ડ અને પેન ડ્રાઈવ જેવા તમામ ટેકનિકલ દસ્તાવેજોની ઝીણવટભરી પડતાલ કરવામાં આવી રહી છે.રામ મંદિર દેશના સૌથી સુરક્ષિત ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને આધુનિક દેખરેખ તંત્ર ઉપલબ્ધ છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા ૧૧ મહિનામાં જ મંદિર પરિસરની સુરક્ષા પાછળ આશરે ૧૦ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી મજબૂત વ્યવસ્થા અને કરોડોના ખર્ચ છતાં પણ જો દાનપેટી કે ચઢાવામાં ગેરરીતિ થઈ હોય, તો તે કેવી રીતે શક્ય બની? આ સવાલે સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. આ ઉપરાંત, મંદિરમાં પ્રવેશ માટે આપવામાં આવતા ‘સ્પેશિયલ પાસ’ની વ્યવસ્થા પણ તપાસના દાયરામાં છે કે શું કોઈએ નિયમોમાં ઢીલ આપીને આ વ્યવસ્થાનો દુરુપયોગ કર્યો છે કે નહીં.તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાનની ગણતરીનો એક વીડિયો વાઇરલ થતાં જ ચર્ચાઓ વધુ તેજ બની છે. જોકે, તપાસ અધિકારીઓ આ વીડિયોને અંતિમ સત્ય માનવાને બદલે તેને અન્ય કડીઓ સાથે જોડી રહ્યા છે. SIT દ્વારા આ કેસમાં આશરે ૨૦૦ લોકોની પૂછપરછ કરવાનું આયોજન છે, જેમાંથી અત્યાર સુધીમાં ૧૨૫થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. વિરોધાભાસ દૂર કરવા માટે કેટલાક કર્મચારીઓને ફરીથી બોલાવીને તેમના નિવેદન ક્રોસ-ચેક કરવામાં આવી રહ્યા છે.

Related posts

ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી જરૂરી છે

Master Admin

કેદારનાથ ધામમાં ૩ દિવસમાં ૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન

Master Admin

ઉત્તરમાં ફરવા માટે જવાનું આયોજન હોય તો રદ કરજો!

Master Admin

Leave a Comment

Translate »