Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

ટ્રમ્પના જલદ નિવેદનો બાદ મંત્રણા પડી ભાંગી હોવાની અટકળોને વેન્સનો રદિયો

ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનના થોડાક વિસ્તારમાંથી સૈન્ય ખસેડી યુદ્ધ વિરામ તરફ આગળ વધવા તૈયારી બતાવી હોવાનું કહેવાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૩ જૂન ૨૦૨૬ — યુએસ-ઈરાન વચ્ચે સ્વિટ્‌ઝર્લેન્ડમાં મંત્રણા શરૂ થતાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જલદ નિવેદનો આપ્યા હતા. ટ્રમ્પની ધમકીઓને તાબે થયા વગર ઈરાને મંત્રણા પડતી મૂકવાનું પસંદ કર્યું હોવાની અટકળો ઊઠી હતી. જો કે યુએસ ઉપ પ્રમુખ જે ડી વેન્સે આવી અટકળોને રદિયો આપતાં જણાવ્યું હતું કે, સીધી વાટાઘાટોનો પ્રથમ દિવસ અત્યંત સારો રહ્યો હતો. પોતાના દેશમાં રહેલા પરમાણુ ભંડારોની ચકાસણી યુએનના પ્રતિનિધિઓ પાસે કરાવવા ઈરાન સંમત થયુ હતું. બદલામાં અમેરિકાએ ઈરાનના ઓઈલ વેચાણ પર લગાવેલો પ્રતિબંધ ઊઠાવી લીધો છે.પ્રારંભિક સમજૂતીમાં અપાયેલી ખાતરીનું પાલન બંને દેશ દ્વારા થઈ રહ્યું હોવાનો દાવો કરતાં જે ડી વેન્સે કહ્યું હતું કે, પ્રથમ બેઠકમાં મોટી ઉપલબ્ધિ હાસલ થઈ છે. ઈરાન પર ઓઈલ વેચવા માટે લગાવેલા પ્રતિબંધને અમેરિકાએ ૬૦ દિવસ માટે દૂર કરી દીધો છે. આ ઉપરાંત વિદેશોમાં રહેલી ઈરાનની સંપત્તિને અનળિઝ કરવાની શક્યતા વેન્સે દર્શાવી છે. આ સંપત્તિમાંથી ઈરાન પોતાની જરૂરિયાત મુજબ અમેરિકા પાસેથી મકાઈ, સોયા જેવી વસ્તુઓ ખરીદી શકશે. યુએસ-ઈરાન વચ્ચે સૌથી મોટી મડાગાંઠ હિઝબુલ્લાના મુદ્દે પ્રવર્તી રહી છે. વેન્સે કહ્યું હતું કે, ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનના થોડાક વિસ્તારમાંથી સૈન્ય ખસેડી યુદ્ધ વિરામ તરફ આગળ વધવા તૈયારી બતાવી હોવાનું કહેવાય છે. હોર્મુઝની ખાડીને મુક્ત અને સલામત રીતે ફરી શરૂ કરવા માટે કાયમી વ્યવસ્થા ગોઠવવાના સંકેત આપતા વેન્સે કહ્યું હતું કે, મંત્રણામાં શાંતિ સ્થાપવાનો મજબૂત પાયો નંખાયો છે. ટ્રમ્પના જલદ નિવેદનો બાદ ઈરાનના પ્રતિનિધિમંડળે મંત્રણા પડતી મૂકવાની ચીમકી આપી હતી, પરંતુ સોમવાર સવાર સુધી મંત્રણાઓ ચાલી હતી.

Related posts

હવે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી સંઘર્ષનો અંત લાવો

Master Admin

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો

Master Admin

અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મમાં ૧૨ના મોતઃ ૨૦ કરોડથી વધુ લોકોને અસર

Master Admin

Leave a Comment

Translate »