Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પોતાના જ મંત્રાલયથી ૯૯ લાખની સબસિડી વસૂલતા ભારે વિવાદ

મોદી સરકારના મંત્રીએ કર્યો ખેલ

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી રાજસ્થાનમાં પોતાના જ મંત્રાલયની યોજના હેઠળ કાકડીની ખેતી માટે ૯૯ લાખની સબસિડી મેળવી વિવાદમાં સપડાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ જૂન ૨૦૨૬ — કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી પોતાના જ મંત્રાલયની એક યોજના હેઠળ રાજસ્થાનમાં કાકડીની ખેતી માટે આશરે ૯૯ લાખ રૂપિયાની મોટી સબસિડી મેળવીને વિવાદમાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સબસિડી જે સરકારી બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવી છે, મંત્રી પોતે જ તેના ઉપાધ્યક્ષ છે. આ વિગત બહાર આવ્યા પછી, પોતાના જ મંત્રાલયમાંથી આ રીતે મોટો આર્થિક લાભ લેવા બદલ હિતોના ટકરાવ (કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ) અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અજમેરના પીહ ગામમાં મંત્રી ભગીરથ ચૌધરીના ખેતરમાં લાગેલા બોર્ડ પરથી આ ખુલાસો થયો છે. તેમને કૃષિ મંત્રાલયના રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB)ની યોજના હેઠળ ૧૬,૫૯૨ ચોરસ મીટરમાં કાકડીની ખેતી કરવા માટે ૫૦% સબસિડી તરીકે આશરે ૯૯.૬૦ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧.૯૯ કરોડ રૂપિયા છે, જેમાં મંત્રીનો હિસ્સો ૪૯.૮ લાખ છે અને બાકીના ૧.૪૯ કરોડની તેમણે ૐડ્ઢહ્લઝ્ર બેન્કમાંથી લોન લીધી હતી. મંત્રીએ ૧૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ અરજી કર્યાના માત્ર ૧૪ દિવસમાં જ, નિયમ મુજબના સ્થળ નિરીક્ષણ વગર જ તેને મંજૂરી મળી ગઈ હતી. ત્યારબાદ માર્ચ ૨૦૨૬માં આખરી મંજૂરી મળતાં જ ૯૯ લાખથી વધુની સબસિડી સીધી તેમના લોન ખાતામાં જમા થઈ ગઈ હતી.

ભગીરથ ચૌધરી પોતે NHB ઉપાધ્યક્ષ હોવાથી આ સબસિડી વિવાદમાં છે, જોકે આખરી મંજૂરી આપનારી કમિટીમાં તેઓ નહોતા. મંત્રીએ PMOને આપેલી સંપત્તિની જાહેરાતમાં જમીનનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આ પેન્ડિંગ પ્રોજેક્ટની માહિતી છુપાવી હતી, જેનો હવે ખુલાસો કરાશે. આ અગાઉ વર્ષ ૨૦૧૮માં પણ તેમણે અરજી કરી હતી, પરંતુ હાર્ડ કોપી મોડી જમા થતાં તે રદ થઈ હતી.

આ સરકારી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ અંતર્ગત શિમલા મરચાં, કાકડી અને ટામેટાં જેવી ૩ શાકભાજી તથા ગુલાબ અને ઓર્ચિડ સહિત ૮ પ્રકારના ફૂલોની ખેતી માટે પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ ૫૦% સુધીની સબસિડી આપવામાં આવે છે.

આ યોજનામાં એક પરિવાર માટે સબસિડીની મહત્તમ મર્યાદા ૧ કરોડ રૂપિયા નક્કી કરાયેલી છે અને પ્રોજેક્ટ પૂરો થયાના ત્રણ મહિનામાં સબસિડીની રકમ લોન ખાતામાં જમા થાય છે.

Related posts

એમેઝોન ઈન્ડિયાએ પ્રાઇમ ડે 2026ની ડીલ્સ જાહેર કરી

Master Admin

૪૮૦૦ ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, ૮૩૬ને જલદી મોકલીશું

Master Admin

જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ

Master Admin

Leave a Comment

Translate »