Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

૨.૪૭ કરોડની લૂંટ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ

ચોરો કારમાં આવીને ચોરીની બાઈક પર થયા ફરાર

શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી ૨ કરોડ ૪૭ લાખની લૂંટ કેસમાં ગ્રામ્ય પોલીસે ૮ દિવસ બાદ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ, તા.૨૯ જૂન ૨૦૨૬ — જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં થયેલી ધાડના ગુનાનો રાજકોટ ગ્રામ્ય પોલીસે ભેદ ઉકેલી મુખ્ય માસ્ટર માઇન્ડ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું કે પોલીસે અત્યાર સુધીમાં કુલ રૂ. ૭૬,૮૬,૨૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમાં રૂ. ૪૩.૧૮ લાખની રોકડ, રૂ. ૨૧.૨૨ લાખના સોનાના દાગીના, એક રાઇફલ, બોલેરો કાર, બે મોટરસાયકલ તેમજ અન્ય હથિયારોનો સમાવેશ થાય છે.

પકડાયેલા આરોપીઓમાં બનસીંગ ઉર્ફે બન્ના સિંગાડ, સેતાન અમલીયાર અને દિનેશ પરમારનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે કલમસીંગ ઉર્ફે કમલસીંગ સિંગાડ, કરણસીંગ ઉર્ફે મડીયા સિંગાડ, મહોબત, સુલસુલા બામણીયા અને વિઝન માવી હજુ ફરાર છે અને તેમની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

આ કેસના ભેદ ઉકેલવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસના એસપીના માર્ગદર્શન હેઠળ ૨૦ ટીમોની રચના કરવામાં આવી હતી. આરોપીઓ જે માર્ગેથી પસાર થયા હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા હતા. જોકે મોટા ભાગના ફૂટેજ બ્લર હોવાથી તપાસ પોલીસ માટે પડકારરૂપ બની હતી. પોલીસે મોબાઇલ લોકેશન, ટેક્નિકલ સર્વેલન્સ અને ગુનાહિત ટેવ ધરાવતા અનેક શખ્સોની તપાસ કરીને મહત્વની કડીઓ મેળવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ધાડ પાડવા માટે બોલેરો કારમાં આવ્યા હતા અને ગુનાને અંજામ આપ્યા બાદ ચોરી કરાયેલા મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. બાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોનની મદદથી બિનવારસી હાલતમાં બંને મોટરસાયકલ મળી આવ્યા હતા. જ્યાંથી મોટરસાયકલ મળી આવ્યા તે વિસ્તારના મોબાઇલ સર્વેલન્સના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ધાડ પહેલાં આરોપીઓએ સ્થળની રેકી કરી હતી અને તેમને અંદરની માહિતી આપનાર કોઈ વ્યક્તિ હોવાની પણ શંકા છે. આ અંગે પોલીસ તપાસ ચાલુ હોવાનું જણાવતાં અધિકારીઓએ ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરી છે.

Related posts

ગઠિયાએ ૧૦.૭૦ લાખના ૧૪ આઈફોનની ચોરી કરી

Master Admin

ગુજરાતના એલ્યુમિનિયમ એમએસએમઈ દ્વારા મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતા જાળવવા ડ્યુટી રેશનલાઇઝેશનની માંગ

Master Admin

નસવાડીના પાલા ગામે ખેતરમાંથી ૫૦ લાખનો લીલો ગાંજો ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »