Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે સોમવારે સુપ્રીમ સુનાવણી કરશે

મે અગાઉ અરજીની સુનાવણીની ના નથી પાડી, પેપર ફાઇલ નહોતા થયા : સીજેઆઇ

નીટ પેપર લીક થતા રોકવા માટે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવી રહ્યા છે તેના પર અમારી નજર રહેશે : કેન્દ્રને સુપ્રીમની સ્પષ્ટતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ –– દિલ્હીમાં વિદ્યાર્થીઓ, યુવાનો દ્વારા જંતર મંતરથી સંસદ સુધી માર્ચ કાઢવા પ્રયાસ થયો ત્યારે પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ થયો અને આંસુ ગેસ શેલિંગ કર્યું હતું, આ મુદ્દે સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના નથી પાડી તેવી સ્પષ્ટતા મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પોલીસ લાઠીચાર્જ મુદ્દે જે બે અરજીઓ થઇ છે તેની સોમવારે સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ઓપન કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે અમે વિદ્યાર્થીઓ પર પોલીસના લાઠીચાર્જની કોઇ જ અરજી નથી ફગાવી, અમારી સમક્ષ લેટર પિટિશન આવી હતી જે રિટ પિટિશન ના ગણાય, બે દિવસથી એવુ મીડિયામાં આવી રહ્યું છે કે મુખ્ય ન્યાયાધીશે મામલાની સુનાવણી માટે લિસ્ટિંગ કરવાની ના પાડી દીધી હતી, અમારી સમક્ષ માત્ર રજુઆત કરવામાં આવી હતી કોઇ પેપર ફાઇલ નહોતા કરાયા.નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં વકીલ નરેન્દ્ર મિશ્રાએ દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સુઓમોટો કાર્યવાહી કરવા કહ્યું હતું. સાથે જ કહ્યું હતું કે લાઠીચાર્જના વીડિયો છે.જવાબમાં મૌખીક રીતે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમને વીડિયો જોવામાં રસ નથી, અમારો કે તમારો બન્નેનો સમય બરબાદ ના કરો. બીજી તરફ શુક્રવારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા મુદ્દે થયેલી બે અરજીઓની સુનાવણી કરવા સંમતિ વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટ સોમવારે આ બન્ને અરજીઓની સુનાવણી કરશે. વકીલે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનું ધ્યાન દોરતા કહ્યું હતંવ કે પોલીસ હાલ પણ વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ કરી રહી છે. પોલીસ પર કેટલોક કન્ટ્રોલ રાખવાની જરૂર છે. જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સોમવારે સુનાવણી માટે પિટિશનનોનું લિસ્ટિંગ કરાશે. સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે નીટ પેપર લીકને રોકવા માટે શું પગલા લેવાઇ રહ્યા છે તેના પર અમારી નજર રહેશે, સુપ્રીમે કેન્દ્ર સરકારને આ જાણ કરી હતી. નીટ પેપર લીક મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

Related posts

મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ

Master Admin

જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરું

Master Admin

23મો ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પો 20-22 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરમાં યોજાશે, જેમાં 450 થી વધુ પ્રદર્શકો એકઠા થશે

Master Admin

Leave a Comment

Translate »