Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

રાજકારણમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, હવે ચૂંટણી નહીં લડું

૫૦ વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ ઝ્રસ્ની જાહેરાત

રાજનીતિ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ચૂકી છે અને ઈમાનદાર રાજનીતિ માટે કોઈ જગ્યા બચી નથી : સિદ્ધારમૈયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુ, તા.૨૬ જુલાઈ ૨૦૨૬ — કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ચૂંટણી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રવિવારે એક્સ પર પોસ્ટ કરીને તેમણે આ અંગે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી.

સિદ્ધારમૈયાએ કહ્યું કે, આજે રાજનીતિ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ચૂકી છે. એટલા માટે મેં નિર્ણય લીધો કે હું વર્ષ ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણી નહીં લડું. જો કે, હું રાજનીતિમાં સક્રિય રહીશ અને જનતાના સુખ-દુઃખનો અવાજ બનીને તેમના માટે કામ કરતો રહીશ.
સિદ્ધારમૈયાએ કહ્યું કે, વરુણા વિધાનસભા ક્ષેત્રના લોકો એકવાર ફરી મને ચૂંટણી લડવા માટે આગ્રહ કરી રહ્યા છે, પરંતુ મેં નક્કી કરી લીધું છે કે હવે હું ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી નહીં લડું. પહેલાં જ્યારે હું ચૂંટણી લડતો હતો, ત્યારે ક્ષેત્રની જનતા જ અમારા માટે નાણાં એકત્ર કરતી હતી અને આપણને જીતાડતી હતી. પરંતુ આજે પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, મારી ઉંમર હવે ૭૯ વર્ષ છે. અમારી સરકારનો કાર્યકાળ હજુ અંદાજે દોઢ વર્ષ બાકી છે. ત્યારે મારી ઉંમર ૮૧-૮૨ વર્ષ થઈ જશે. હવે મારું સ્વાસ્થ્ય પહેલા જેવું નથી રહ્યું અને ન તો પહેલા જેવી ઉર્જા સાથે કામ કરવું સંભવ છે.

કોંગ્રેસ નેતા વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, વર્ષ ૨૦૨૮ સુધી મારી ઉંમર ૮૨ વર્ષ થઈ જશે અને ત્યારે મારા રાજકીય જીવનના ૫૦ વર્ષ પૂરા થઈ જશે. તેમણે કહ્યું કે, મેં ૧૯૭૮માં તાલુક બોર્ડના સભ્ય તરીકે મારા રાજકીય જીવનની શરૂઆત કરી હતી. આ પાંચ દાયકામાં મેં જીત અને હાર બન્ને જોઈ છે. પરંતુ મને આ વાતનો સંતોષ છે કે મેં ક્યારેય મારા સિદ્ધાંતો સાથે સમજૂતી નથી કરી અને ન તો મારી અંતરાત્મા વિરુદ્ધ કોઈ કામ કર્યું છે.

સિદ્ધારમૈયાએ કહ્યું કે, આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ચૂંટણી લડવા માટે નેતાઓએ જનતાને રૂપિયા આપવા પડે છે. રાજકારણ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ગયું છે અને ઈમાનદાર રાજનીતિ માટે કોઈ જગ્યા બચી નથી. આ પરિસ્થિતિઓને જોતા મેં ભવિષ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ દાયકાથી રાજ્યની જનતાએ મને પોતાનો માનીને સ્નેહ અને માર્ગદર્શન આપ્યું છે. હું આ કર્જ ક્યારેય ચૂકવી શકતો નથી. એટલા માટે મારું બાકીનું જીવન પણ જનતાની સેવા અને તેમના હિતો માટે સમર્પિત રહેશે. પોસ્ટ અનુસાર, સિદ્ધારમૈયાએ શનિવારે મંડ્યા જિલ્લાના પેટમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં આ વાત કહી હતી.

Related posts

ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો

Master Admin

મોદી દ્વારા તિરુવનંતપુરમમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ

Master Admin

કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે ગેસ

Master Admin

Leave a Comment

Translate »