Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ટ્રમ્પના સીઝફાયર બાદ ઈરાનનો પહેલો મોટો હુમલો

જોર્ડનમાં અમેરિકન ઠેકાણાઓને હચમચાવ્યાં

યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના એક તેલ ટેન્કર પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવાનો દાવો કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૨૯ જુલાઈ ૨૦૨૬ — અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કૂટનીતિ અને વાટાઘાટો માટે સૈન્ય હુમલા અટકાવવાના નિર્ણયના થોડા જ દિવસો બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ જોર્ડન સ્થિત યુએસ સૈન્ય બેઝ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ આ ઘટનાને અચાનક કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. કમાન્ડ મુજબ, મંગળવારે સાંજે ૫ઃ૪૫ વાગ્યે (ઈસ્ટર્ન ટાઈમ) છોડવામાં આવેલી તમામ મિસાઈલોને હવામાં જ સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ (રોકી) કરવામાં આવી છે. આ ઘટનામાં હાલ કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ નથી. નોંધનીય છે કે, આ એ જ જોર્ડન બેઝ છે જ્યાં ચાલુ મહિનાની શરૂઆતમાં થયેલા હુમલામાં ૨ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જેના જવાબમાં ટ્રમ્પે ૧૩ રાતો સુધી સતત જવાબી હુમલા કર્યા હતા.આ હુમલો વાશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી મહત્વપૂર્ણ બેઠકના થોડા જ કલાકો બાદ થયો છે. આ બેઠક એક દિવસ પહેલા જ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સારી વાતચીત થઈ રહી છે અને કરારની શક્યતાઓ છે, પરંતુ જો વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરશે.બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના એક તેલ ટેન્કર પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવાનો દાવો કર્યો છે. હૂતી પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું કે નાકેબંધીનું ઉલ્લંઘન કરવા બદલ ટેન્કરને નિશાન બનાવાયું હતું. બ્રિટનની દરિયાઈ એજન્સી ેંદ્ભસ્ર્‌ં મુજબ, દક્ષિણી રાતા સમુદ્રમાંથી પસાર થઈ રહેલા એક જહાજ નજીક વિસ્ફોટ થયો છે, પરંતુ જહાજ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

Related posts

અમેરિકાની કડકાઈ વચ્ચે ચીન હવે રશિયા પાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઈલ

Master Admin

એપસ્ટિન ફાઈલ્સના કારણે યુકેના રાજકારણમાં ભૂકંપ

Master Admin

ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર હુમલો કરીશું : ઈરાન

Master Admin

Leave a Comment

Translate »