Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

લગ્ન કે પ્રવાસ માટે સંપૂર્ણ કોચ કે ટ્રેન ભાડે કરી શકાશે

IRCTC એ FTR સેવા લોન્ચ કરી

લગ્ન, શૈક્ષણિક પ્રવાસ કે ધાર્મિક યાત્રા માટે ૧૦૦-૫૦૦ લોકોનું જૂથ હવે અલગ-અલગ ટિકિટ બુક કરાવ્યા વગર ટ્રેન બુક કરી શકશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬ — ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, મોટી ધાર્મિક યાત્રાએ જવાનું હોય કે ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ વિદ્યાર્થીઓને લઈને શૈક્ષણિક પ્રવાસ જવાનો હોય, તો હવે ટ્રેનમાં દરેક વ્યક્તિ માટે અલગ-અલગ ટિકિટ બુક કરાવવાની જરૂર રહેશે નહીં. ભારતીય રેલવે દ્વારા ફૂલ ટેરિફ રેટ (FTR) હેઠળ આવા ખાસ પ્રસંગો અને પ્રવાસો માટે આખો કોચ કે જરૂરિયાત મુજબ સંપૂર્ણ ટ્રેન બુક કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ સેવાનો કોણ લાભ લઈ શકે છે?
લગ્ન પ્રસંગના પરિવારજનો અને મહેમાનો
શાળા-કોલેજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસો
ધાર્મિક યાત્રાએ જતા તીર્થયાત્રીઓના સંઘ
સામાજિક સંસ્થાઓ અને મોટા જૂથો
બુકિંગ માટેના મુખ્ય નિયમો અને શરતો
મુસાફરીની તારીખના ઓછામાં ઓછા ૩૦ દિવસ પહેલાં અને વધુમાં વધુ ૬ મહિના અગાઉ આયોજક દ્વારા અરજી કરવાની રહેશે.
એક ટ્રેનમાં વધુમાં વધુ ૧૦ કોચ બુક કરી શકાશે.
દરેક કોચ માટે રૂ. ૫૦,૦૦૦ ની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની રહેશે.
અરજી મંજૂર થયા બાદ નક્કી થયેલું ભાડું ચૂકવવાથી બુકિંગ કન્ફર્મ થશે.

IRCTC ની એફટીઆર વેબસાઈટ પર અલગ એકાઉન્ટ બનાવીને આયોજકે મુસાફરીની તમામ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ રેફરન્સ નંબર જનરેટ થયા પછી સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. બાદમાં મંજૂરી મળ્યા પછી અંતિમ ભાડું ચૂકવીને બુકિંગની પ્રક્રિયા પૂર્ણ થશે. લગ્ન, શાળાઓના પ્રવાસો, ધાર્મિક સંઘો અને મોટા જૂથો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Related posts

ભારતક્લાઉડે તેના પ્રથમ બ્રાન્ડ મેસ્કોટ ‘બાદલ’નું અનાવરણ કર્યું, જે ભારતના સાર્વભૌમ AI ક્લાઉડ વિઝનને વધુ મજબૂત બનાવે છે

Reporter1

બિહારથી લઇને ઓડિશા સુધી લહેરાયો ભાજપનો ભગવો

Master Admin

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩-૩ સુધીનો તોતિંગ વધારો ઝિંકાયો

Master Admin

Leave a Comment

Translate »