Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કોમર્શિયલ એલપીજીના ભાવમાં ૧૯૨ રૂપિયાનો ઘટાડો થયો

એટીએફમાં રૂપિયા પાંચ વધ્યા

કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડાના પગલે ગેસના ૧૯ કિલોના વાદળી બોટલનો ભાવ દિલ્હીમાં રૂ. ૨,૭૩૮ થઈ ગયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ — કેન્દ્ર સરકારે શનિવારે નવા મહિનાની શરૂઆતમાં જ હોટેલ, રેસ્ટોરાં અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાતા કોમર્શિયલ એલપીજી ગેસના બાટલાના ભાવમાં સતત બીજા મહિને રૂ. ૨૦૦ જેટલો ઘટાડો કર્યો છે જ્યારે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૫નો વધારો કર્યો છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડાના પગલે ગેસના ૧૯ કિલોના વાદળી બોટલનો ભાવ દિલ્હીમાં રૂ. ૨,૭૩૮ થઈ ગયો છે, જે ગયા મહિને રૂ. ૨,૯૩૦ હતો. બીજીબાજુ એટીએફનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૧૦થી વધારીને રૂ. ૧૧૫ કરાયો છે તેમ સરકારી ઓઈલ કંપનીઓએ જણાવ્યું હતું.

કોમર્શિયલ એલપીજીની સાથે ઓઈલ કંપનીઓએ પાંચ કિલોના સિલિન્ડરનો ભાવ પણ રૂ. ૮૦૮.૫૦થી રૂ. ૪૬.૫ ઘટાડીને રૂ. ૭૬૨ કર્યો છે. જોકે, ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઘરેલુ એલપીજીનો ભાવ પ્રતિ સિલિન્ડર છેલ્લે ૭ જૂને રૂ. ૨૯ વધારવામાં આવ્યો હતો.

ઓઈલ કંપનીઓએ સતત બીજા મહિને કોમર્શિયલ એલપીજીના ૧૯ કિલોના વાદળી બોટલના ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારે ૧ જુલાઈએ રૂ. ૧૮૩.૫નો ઘટાડો કર્યો હતો. પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન યુદ્ધની કટોકટીના પગલે જૂનમાં કોમર્શિયલ ગેસના ૧૯ કિલોના સિલિન્ડરના ભાવમાં વધારા પછી સરકારે આ રાહત આપી છે. ફેબુ્રઆરીના અંતમાં મધ્ય-પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી કોમર્શિયલ એલપીજીનો ભાવ પ્રતિ ૧૯ કિલોના સિલિન્ડર રૂ. ૧,૩૭૩થી વધીને જૂનમાં રૂ. ૩,૧૧૩.૫૦ થઈ ગયો હતો. દરમિયાન સરકારે રેલવે ટિકિટના બૂકિંગના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે, જેના હેઠળ હવે ટોકન આપવાનો સમય તત્કાલ બૂકિંગ શરૂ થવાની સાથે જ થશે, જેથી રિઝર્વેશન સેન્ટર પર ભીડ ઘટી જશે. પહેલા પ્રવાસીઓને ટોકન અપાશે, પછી ટોકન મુજબ ટિકિટ અપાશે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે તહેવારોની ખરીદી શરૂ થવાની સંભાવના છે ત્યારે અનેક મોટી કન્ઝ્યુમર કંપનીઓ સતત બીજા ત્રીમાસિકમાં તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કરી રહી છે, જેથી ડિટર્જન્ટ, સાબુ, વાસણ ધોવાનો સાબુ, મીઠું, તથા અન્ય દૈનિક વસ્તુઓના સામાન મોંઘા થવાની શક્યતા છે.

Related posts

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હાલની વ્યવસ્થામાં કોઇ ફેરફાર નહીંઃ સુપ્રીમ કાર્ટ

Master Admin

જાવા યેઝદી મોટરસાઇકલ અને ભારતીય સૈન્યે સાથે મળીને શૌર્ય વિજય યાત્રા ઉજવી, દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Master Admin

હવે છેલ્લી ઘડીએ પણ બદલી શકાશે બોર્ડિંગ પોઈન્ટ

Master Admin

Leave a Comment

Translate »