Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ભરૂચ એસઓજીનો અંકલેશ્વર GIDCમાં દરોડો પડ્યો

ફ્લેટમાંથી ૧ કિલો ગાંજો અને ૧૨ ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું

પોલીસે મોહિતકુમાર રાજેશકુમાર પાલની ધરપકડ કરીને કુલ રૂ. ૯૩,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ,તા.૬ ઓગસ્ટ ૨૦૨૬ — ભરૂચ જિલ્લા એસઓજી (SOG) ટીમે ડ્રગ્સ દૂષણ વિરુદ્ધ લાલ આંખ કરીને અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે એસઓજી પોલીસે અંકલેશ્વર GIDCમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી ૧.૦૪૫ કિલોગ્રામ ગેરકાયદે ગાંજો અને ૧૨.૦૧ ગ્રામ અત્યંત નશાકારક મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી નશાકારક પદાર્થો સાથે મોહિતકુમાર રાજેશકુમાર પાલ નામના આરોપીની રંગેહાથ ધરપકડ કરી લીધી છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન ફ્લેટમાંથી જપ્ત કરાયેલા ગાંજા અને એમડી ડ્રગ્સ તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂ.૯૩,૨૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સામેલ આરોપીઓ સામે અંકલેશ્વર GIDC પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ડ્રગ્સ નેટવર્કમાં મોહિતકુમાર ઉપરાંત અન્ય બે આરોપીઓ મીથીલેશ અને દીપ્તેશ પટેલની સંડોવણી સામે આવી છે, જેઓ દરોડા દરમિયાન ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. એસઓજી પોલીસે બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને અંકલેશ્વરમાં કોને સપ્લાય કરવાનું હતું તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

Related posts

પુણેમાં માનવતા શર્મસારઃ ૪ વર્ષની બાળકી પર ૬૫ વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું

Master Admin

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ

Master Admin

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય સેનાના કર્મચારીઓ તેમજ તેમના પરિવારોને સહાય આપવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા

Master Admin

Leave a Comment

Translate »