Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalsports

ખેલ મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ

ખેલ મંત્રાલયની મોટી કાર્યવાહી

ફેડરેશનમાં સમયસર ચૂંટણી યોજાઈ નહોતી : આ ઉપરાંત ફેડરેશનની કામગીરીમાં કેટલીક ખામીઓ જોવા મળી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૬ — આજે એટલે કે ૧૨ ઓગસ્ટના રોજ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાને (TTFI) મોટો આંચકો લાગ્યો છે. ખેલ મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાને સસ્પેન્ડ કરી નાખ્યું છે. મંત્રાલયે ફેડરેશનની ખામીઓ દર્શાવતા તેને સસ્પેન્ડ કર્યું છે. મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક સંઘને ટેબલ ટેનિસનું એડમિનિસ્ટ્રેશન સંભાળવા માટે એક કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આવો જાણીએ કે આખરે ખેલ મંત્રાલયે આવો નિર્ણય કેમ લીધો?

રમત મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફેડરેશનમાં સમયસર ચૂંટણી યોજાઈ નહોતી. આ ઉપરાંત ફેડરેશનની કામગીરીમાં પણ કેટલીક ખામીઓ જોવા મળી હતી. ત્યારબાદ મંત્રાલયે TTFIને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે મંત્રાલયે ફેડરેશન તરફથી મળેલા જવાબને અસંતોષકારક ગણાવ્યો હતો. આથી રમત મંત્રાલયે TTFIને સસ્પેન્ડ કરી દીધું છે. હવે ભારતીય ઓલિમ્પિક સંઘ એક કમિટી બનાવશે, જે TTFIમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ફેડરેશનની કામગીરી પર નજર રાખશે.

વર્ષ ૨૦૨૨માં પણ TTFIને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૨માં દિલ્હી હાઈકોર્ટે ફેડરેશનની એક્ઝિક્યુટિવ કમિટીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાની અરજી બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. મનિકા બત્રાએ ફેડરેશનની સિલેક્શન પોલિસી સામે સવાલો ઉઠાવ્યા હતા. જોકે ડિસેમ્બર ૨૦૨૨માં TTFI પરથી સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું હતું.

આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય સ્પોર્ટ્‌સ ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય. આ પહેલાં વર્ષ ૨૦૨૩માં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. સમયસર ચૂંટણી ન યોજવાના કારણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨માં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને FIFAએ સસ્પેન્ડ કર્યું હતું.
ફેડરેશનમાં બહારના લોકોની દખલગીરીને કારણ ગણાવીને FIFAએ આ નિર્ણય લીધો હતો.

જોકે માર્ચ ૨૦૨૫માં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને ફરીથી બહાલ કરવામાં આવ્યું હતું.

Related posts

પંજાબઃ ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ થયો

Master Admin

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો થયો

Master Admin

હયાત અમદાવાદ ખાતે આવેલી ‘મિસીસ મેજ’ રેસ્ટોરન્ટ, હયાત રીજન્સી દિલ્હીની ‘સિરાહ’ રેસ્ટોરન્ટના શેફ કરીમ સાથે લાવે છે લેવન્ટના સ્વાદિષ્ટ વ્યંજનો

Master Admin

Leave a Comment

Translate »