Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimeinternational

છોકરાએ ChatGPTથી સર્ચ કરી માતા-ભાઈની કરી હત્યા

અમેરિકામાં ભારતીય મૂળના

અર્જુન મંગળવારે એક્ટન સ્થિત પોતાના ઘરમાં પોતાની માતા અને નાના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યૂ યોર્ક, તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૬ — અમેરિકામાં ભારતીય મૂળના ૧૭ વર્ષના છોકરા પર તેની માતા અને નાના ભાઈની હત્યાના આરોપ લાગ્યો છે. એક્ટન શહેરમાં રહેતા અર્જુન અરવિંદની બુધવારે રાતભર ચાલેલા સર્ચ ઓપરેશન બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર તેની માતા સુધા વેંકટેશન (ઉ.વ.૪૫) તથા નાના ભાઈ સિદ્ધાર્થ અંરવિંદ (ઉ.વ.૧૪)ની હત્યાનો આરોપ છે. પોલીસ મુજબ, અર્જુનના વ્યવહારમાં ચિંતાજનક બદલાવ આવ્યો હતો. તેણે ઈન્ટરનેટ અને ChatGPT પર પરિવારની હત્યા સંબંધિત જાણકારી સર્ચ કરી હતી.પોલીસ મુજબ સુધા વેંકટેશન (ઉ.વ.૪૫) તથા સિદ્ધાર્થ અંરવિંદ (ઉ.વ.૧૪) મંગળવારે તેમના નિવાસ સ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંનેના શરીર પર ઈજાના નિશાન હતા. હત્યા બાદ અર્જુન માતાની કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યાનું કારણ તથા તેમાં વપરાયેલા હથિયારની જાણકારી હજુ સુધી મળી નથી.પોલીસના જણાવ્યા અનુસાર, અર્જુન અરવિંદ પર બે હત્યા, પરિવાર અથવા ઘરના સભ્ય પર હુમલો અને મારપીટના બે કેસ, હુમલા અને મારપીટના અન્ય બે કેસ, પરવાનગી વગર વાહનનો ઉપયોગ કરવા અને મોટર વાહનની ચોરીના આરોપ મૂકવામાં આવ્યા છે. અર્જુન મંગળવારે એક્ટન સ્થિત પોતાના ઘરમાં પોતાની માતા અને નાના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે એક્ટનના માર્થા લેન સ્થિત પરિવારના ઘરમાં આ ઘટના બની હતી. આ વિસ્તાર બોસ્ટનથી લગભગ ૪૮ કિલોમીટર દૂર છે. ૧૧ ઓગસ્ટની સાંજે લગભગ ૬ઃ૩૭ વાગ્યે એક્ટન પોલીસને અર્જુનના પિતાએ ફોન કર્યો હતો. તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે સંપર્ક કરી શકતા નહોતા. ઘરે આવતા એક ટ્યુટરે પણ પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈની સાથે વાત થઈ શકી નહોતી.અર્જુનના પિતાની પોતાની પત્ની સુધા સાથે છેલ્લી વાર મંગળવારે સવારે વાત થઈ હતી. બીજી તરફ, તેમના નાના પુત્ર સિદ્ધાર્થને છેલ્લી વાર બપોરના સમયે જોવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે ઘરે પહોંચી તો બંને મૃત મળ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, સિદ્ધાર્થનો મૃતદેહ ઘરના પહેલા માળે મળ્યો હતો, જ્યારે સુધાનો મૃતદેહ બેઝમેન્ટમાંથી મળ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, અર્જુન ઘરમાં હાજર નહોતો. તે પોતાની માતાની કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ શરૂઆતના પ્રયાસોમાં તેની કોઈ જાણકારી મળી શકી નહોતી. ત્યારબાદ સર્ચ ઓપરેશનનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો. બુધવારે સવારે મેસાચુસેટ્‌સના વેલેન્ડમાં પોલીસ એક પાર્કિંગ સ્થળ પર અલગ કેસમાં મળેલા એલાર્મની તપાસ કરવા પહોંચી હતી. ત્યાં પોલીસને અર્જુન પોતાની માતાની કારમાં મળ્યો હતો.

Related posts

લીંબડીમાં ઝેરોક્ષ મશીનથી ૫૦૦ની નકલી નોટો છાપનાર ત્રણ ઝડપાયા

Master Admin

બોપલમાં SMCના પાન પાર્લર પર દરોડા, ઈ-સિગારેટ વેચતા આરોપીની ધરપકડ

Master Admin

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકોઃ ૧૦% ગ્લોબલ ટેરિફ રદ

Master Admin

Leave a Comment

Translate »