Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના મોટા સમાચાર

આ પરીક્ષા વ્યવસ્થાપન માટે તંત્ર સંપૂર્ણ સજ્જ : અંદાજે ૨૫ હજાર ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી ચૂક્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૬ — ગુજરાત પોલીસમાં વિવિધ ટેકનિકલ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી ૨૩ ઓગસ્ટના રોજ અમદાવાદમાં મહત્વની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ (ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-૧)ની કુલ ૯૫૦ જગ્યાઓ માટે યોજાનારી આ પરીક્ષા વ્યવસ્થાપન માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૫ હજાર ઉમેદવારો પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી ચૂક્યા છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ (ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-૧) ની કુલ ૯૫૦ જગ્યાઓ માટે આ ભરતી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે ઉત્સાહિત ઉમેદવારોમાં ભારે તૈયારીઓ જોવા મળી રહી છે. ત્રણેય પરીક્ષા માટે મળીને અત્યાર સુધીમાં આશરે ૨૫ હજાર ઉમેદવારો દ્વારા કોલલેટર ડાઉનલોડ કરી લેવામાં આવ્યા છે.

ઉમેદવારોની સુવિધા માટે પરીક્ષાનો સમય બે અલગ-અલગ સત્રમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં સવારનું સત્ર (સવારે ૯.૩૦ થી ૧૨.૩૦)ઃ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર) તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) ની પરીક્ષા યોજાશે. બપોરનું સત્ર (બપોરે ૩.૦૦ થી સાંજે ૬.૦૦)ઃ હેડ કોન્સ્ટેબલ (ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-૧) ની પરીક્ષા લેવાશે.
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ભરતી બોર્ડ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.

પરીક્ષા દરમિયાન ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા સામગ્રીની હેરાફેરી માટેના તમામ વાહનોનું જીપીએસ (GPS) મારફતે સતત ટ્રેકિંગ કરવામાં આવશે.

પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને ન્યાયી માહોલમાં પુરી થાય તે માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા માટે મલ્ટિપલ સિક્યુરિટી લેયર્સ ઊભા કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ૧૧૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને આશરે ૧૫૦૦ શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે.

નોંધનીય છે કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હજી સુધી કોલલેટર ડાઉનલોડ ન કરનાર બાકી રહેલા ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને પરીક્ષા કેન્દ્ર પર નિયત સમયે પહોંચવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

Related posts

શ્રીહરિ ફાઉન્ડેશન – મારવાડ મિત્ર અને વિશ્વ પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે સમસ્ત પ્રજાપતિ સમાજ યુવક-યુવતી પરિચય સંમેલન સફળતાપૂર્વક યોજાયું

Master Admin

સાણંદમાં એમડી ડ્રગ્સ સાથે ૪ સપ્લાયરો ઝડપાયા

Master Admin

ગુજરાતના વાણિજ્ય સ્નાતકો માટે GCC સ્કૂલ બિગ4 અને MNCs માં કારકિર્દીની તકો ખોલી

Master Admin

Leave a Comment

Translate »