Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsDharmik

નાગ પંચમીના દિવસે ગોગા મહારાજના નવચંડી મહાયજ્ઞનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડા હંસપુરા ખાતે આવેલા સમૃદ્ધિ સ્કાયમાં જીગરકુમાર ઘનશ્યામભાઈ બારોટના ઘરે આશરે 21 વર્ષથી નાગ પંચમીના દિવસે ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ થાય છે

જીગરકુમાર ઘનશ્યામભાઈ બારોટ તેમને બધા ગોગા મહારાજ સરસપુર વાળાથી ઓળખે છે

નાગ પંચમીના દિવસે ઘણા બધા ભક્તો તેમના ઘરે ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે

નાગ પંચમીના દિવસે નવચંડી યજ્ઞમાં સાત બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત થાય છે અને તેમાં 21 પ્રકારના જળઅભિષેક ગોગા મહારાજ પર કરવામાં આવે છે ત્યારબાદ ગોગા મહારાજની તથા ગોગા મહારાજના નવકુળ નાગદેવતા ની આવૃતિ અર્પણ કરીને ત્યારબાદ શ્રીફળ હોમીને દાદા ની પૂજા અર્ચના કરવામાં આવે છે

આ દિવસે જીગરભાઈ બારોટમાં પૂજા દરમિયાન સાક્ષાત ગોગા મહારાજના દર્શન થાય છે

ભગવાન શિવ અને નાગદેવતાનું વિશેષ સંબંધ હોવાથી આજના દિવસે ઘણા બધા શિવભક્તો પણ આ નવચંડી યજ્ઞમાં આવે છે અને ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે

બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચારને કારણે આખા ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે અને લોકો ને આર્થિક, સામાજિક, માનસિક રીતે બધાને શાંતિ મળે તેવી પ્રાર્થના જીગરભાઈ તરફથી ગોગા મહારાજને કરવામાં આવે છે

આ દિવસે આખો પરિવાર સાથે મળીને ગોગા મહારાજની પૂજા અર્ચના કરે છે.

== સમાપ્ત ==

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

Master Admin

મેઘાણીજીની રચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ, ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.

Master Admin

જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં યોજાશે ભવ્ય ડમરુ યાત્રા

Master Admin

Leave a Comment

Translate »