Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

નેપાળની હોનારત માત્ર એક ‘શરૂઆત’ છે, વૈશ્વિક તાપમાન વધતાં માનવજાત પર મોટું ‘સંકટ’?

વધતી કુદરતી આફતો અને માનવજાત સમક્ષ ઊભા થયેલા ગંભીર પડકારો

૨૦૨૪માં આ ૧.૫-ડિગ્રી થ્રેશોલ્ડનો ભંગ થયો હતો, જે ઇતિહાસના સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
જીનીવા, તા.૩ સપ્ટેમ્બર ૨૦૨૬ — દુનિયામાં વધતું તાપમાન હવે એક અસાધારણ તબક્કે પહોંચી રહ્યું છે. ૨૦૧૫ના પેરિસ કરાર હેઠળ તાપમાન વધારાને ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક હતો, પરંતુ વર્તમાન સ્થિતિ દર્શાવે છે કે આ મર્યાદા સતત ઓળંગાઈ રહી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો હતો.સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટે દુનિયાભરના પર્યાવરણપ્રેમીઓની ચિંતા વધારી દીધી છે. એક એવા કડવા સત્ય પર મહોર મારી છે જેનાથી સામાન્ય માણસ પણ સહમત થઈ જાય. છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલી ગરમીની પરેશાન માણસ અનેકવિધ પ્રયાસો કરી રહ્યો છે. એવું નથી કે માત્ર મહાનગરોના તાપમાનમાં વધારો થયો છે. દેશ-દુનિયાના અનેક રાષ્ટ્રના મહાનગરના તાપમાનમાં ‘નોંધપાત્ર’ વધારો થયો છે. આ વાતની ગંભીર રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)એ નોંધ લઈને એ વાત પર મહોર મારી મારતા કહ્યું છે કે હવે દુનિયાના તાપમાનમાં અસાધારણ રીતે વધારો થઈ રહ્યો છે. આ ગરમીની તીવ્રતા એટલી છે કે, જે અગાઉ ક્યારેય જોવા કે અનુભવવા માટે મળી નથી. અત્યારે સ્થિતિને ધ્યાને લેતા દુનિયા પાસે ખાસ કોઈ એવો રસ્તો બચ્યો નથી જેનાથી ધરતીનું તાપમાન જે રીતે વધે છે એને રોકી શકાય. ધરતીના વધી રહેલા સરેરાશ તાપમાનમાં ૧.૫ ડિગ્રીનો વધારો પણ રોકી શકાય એ નથી. સંયુક્ત રાષ્ટ્રના એક પર્યાવરણના કાર્યક્રમમાં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, માણસ ધારે તો ગરમીના કારણે થતા નુકસાનને વ્યક્તિ રોકી શકે એમ છે. દોઢ ડિગ્રી તાપમાનના વધારા બાદ માણસ આનાથી થતી અસરને અટકાવી શકે એમ છે. પણ આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. ચોક્કસ સમયગાળા બાદ શું તાપમાનને એ જ સ્થિતિમાં પાછું લાવી શકાય છે, જે ખરેખર સામાન્ય ગણાય છે? રિપોર્ટમાં એ વાત ખાતરીપૂર્વક કરવામાં આવી છે, જેમાં તાપમાન ૧.૫ ડિગ્રી પણ વધી ગયું તો એને કંટ્રોલ કરવા માટે વિજ્ઞાનના કોઈ પ્રયોગ સાર્થક નથી. અન્ય કોઈ પ્રેક્ટિકલ માર્ગ નથી. સ્થિતિ એવી છે કે, સતત વધી રહેલા તાપમાનને લઈ હવે કંટ્રોલ કરવું અઘરૂં છે અને સમય હાથમાંથી વહી રહ્યો છે. હકીકતમાં દોઢ ડિગ્રીનો વધારો કોઈ અસામાન્ય નથી પણ પૂર્વ ઔદ્યોગિકસ્તર પર વૈજ્ઞાનિક દ્વારા નક્કી કરેલી એક મર્યાદા છે. આ આંકડો ભલે સામાન્ય હોય પણ એની અસર તીવ્ર છે અને માઠી છે. એવું બિલકુલ નથી કે આ આંકડો પાર કરતા કોઈ નવી કુદરતી આફત આવશે. પણ સાયન્સ એવું કહે છે કે, અણધાર્યા હવામાનના પલટાનો માર આજે દરેક દેશ સહન કરે છે. જેમ કે, ગરમી, ભયાનક દુષ્કાળ, વરસાદની ઘટ, અસાધારણ વરસાદ, મૌસમ કરતા વધારે પવન અને ઠંડક. ઐતિહાસિક ૨૦૧૫ પેરિસ કરારનો મુખ્ય ધ્યેય વૈશ્વિક તાપમાનમાં વધારાને ૨ ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાનો અને તેને ૧.૫ ડિગ્રીની અંદર મર્યાદિત રાખવાનો હતો. જોકે, ૨૦૨૪માં આ ૧.૫-ડિગ્રી થ્રેશોલ્ડનો ભંગ થયો હતો, જે ઇતિહાસના સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું. તે વર્ષે, સરેરાશ તાપમાન સ્થાપિત આધારરેખા કરતાં ૧.૫૫ ડિગ્રી ઉપર હતું. જુલાઈ ૨૦૨૩ અને ડિસેમ્બર ૨૦૨૪ની વચ્ચે – ફક્ત એક મહિનાના અપવાદ સિવાય – દર મહિને તાપમાન આ મર્યાદાને વટાવી ગયું.જ્યારે વૈજ્ઞાનિકો ૧.૫ કે ૨ ડિગ્રીની વાત કરે છે, ત્યારે તેઓ એક વર્ષની ગરમીને નહીં પરંતુ ઘણા દાયકાઓની સરેરાશને જુએ છે. ઉદાહરણ તરીકે ૨૦૨૪ની રેકોર્ડ બ્રેક ગરમી પાછળ ‘અલ નીનો’ની અસર એક મુખ્ય પરિબળ હતું ત્યાર બાદ ૨૦૨૫માં તાપમાન થોડું ઘટીને ૧.૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું.

Related posts

દેશમાં એલજીપી સિલિન્ડરની અછત નથી : પેટ્રોલિયમ મંત્રી

Master Admin

Ai+ Smartphone એ 26 જૂનથી Nova 2 Pro અને Nova 2 Neo નું વેચાણ શરૂ કર્યું

Master Admin

મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સરકાર ચલાવનાર નેતા બન્યા

Master Admin

Leave a Comment

Translate »