Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessCity News

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક 2026 હેરીટેજ, ઇનોવેશન અને કન્ટેમ્પરરી ડિઝાઇનને એકસાથે લાવે છે.

અમદાવાદ, ગુજરાત | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદ  ટાઇમ્સ ફેશન વીક 2026 એ ભારતીય સ્ટાઇલ જે રીતે સતત ઇવોલ્વ થઈ રહી છે તેના વિવિધ પાસાઓને રજૂ કરવા માટે ડિઝાઇનર્સ, ફેશન ઇન્સ્ટિટ્યુશન્સ, જ્વેલરી હાઉસિસ અને રિટેલ બ્રાન્ડ્સ ને ત્રણ દિવસના ફેશન શૉ માટે એકસાથે લાવ્યા હતા. હેન્ડવોવન ટેક્સટાઇલ્સ અને બ્રાઇડલ કૌતુર થી લઈને કન્ટેમ્પરરી મેન્સવેર , ડેનિમ , જ્વેલરી અને વિદ્યાર્થીઓનું પ્રાયોગિક  કલેક્શન, વાર્ષિક ફેશન વીકની આ પાંચમી આવૃત્તિમાં સ્થાપિત કારીગરી  અને ઉભરતા ડિઝાઇન દ્રષ્ટિકોણનો એક વૈવિધ્યસભર સંગમ જોવા મળ્યો હતો.

આ ઇવેન્ટે ભારતની સમૃદ્ધ ડિઝાઇન હેરીટેજ અને આજના ગ્રાહકોની બદલાતી પસંદગીઓ વચ્ચેના સતત સંવાદના સામાન્ય થીમ પર શહેરના ફેશન કમ્યુનિટી  ને એકસાથે જોડ્યા હતા.

રનવે પર જોવા મળેલી મુખ્ય થીમ્સમાંની એક ભારતીય પરંપરાગત ટેક્સટાઇલ્સ અને ટેકનીક્સનો નવો દ્રષ્ટિકોણ હતો. ડિઝાઇનર રશ્મિ કશ્યપના કલેક્શન ‘થ્રેડ્સ ઓફ બિકમિંગ’ એ બનરાસી, પૈઠણી, હિમરૂ, કાંથા, પાટણ પટોળા અને ઘરચોળા સહિતના હેન્ડવોવન ટેક્સટાઇલ્સ દ્વારા સાડી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આ કલેક્શન સાડીને માત્ર એક પરંપરાગત પોશાક તરીકે નહીં, પરંતુ કારીગરી, મૂળ વિરાસત અને મોર્ડન ડ્રેપિંગના મિશ્રણ સાથે ઓળખના બદલાતા સ્વરૂપ તરીકે રજૂ કરે છે.

કરઘા બાય સાઇશ્તા દ્વારા રજૂ કરાયેલ ‘સૂત્ર-એ-બનારસ: ધ ઇટરનલ થ્રેડ’ માં હેરીટેજ કેન્દ્રસ્થાને રહ્યું હતું, જેમાં રંગકાટ કલર-બ્લોકિંગ, જંગલા ફ્લોરલ્સ અને શ્વેતાંબર-રક્તાંબર કલર પેલેટ્સ તેમજ સોના અને ચાંદીની ઝરી ધરાવતી શુદ્ધ કતાન સિલ્કની બનારસી હેન્ડલૂમ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કલેક્શને વારાણસીના વણકર સમુદાયોની કારીગરીને ઉજાગર કરવાની સાથે આ ટેક્સટાઇલ્સને મોર્ડન ઓડિયન્સ માટે રજૂ કર્યા હતા.

બ્રાઇડલ ફેશન પણ આ શૉકેસનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી હતી. તુલસી વિવાહ ફેશન સ્ટુડિયોએ ‘દિવ્ય શૃંગાર’ રજૂ કર્યું હતું, જેમાં ઝરદોશી, મરોડી, કસબ, મોતી, ગોટા પટ્ટી અને રેશમ એમ્બ્રોઇડરી જેવી પરંપરાગત ટેકનીક્સને રનવે પર લાવવામાં આવી હતી. મેઘમલ્હારના ‘સારંગ’ એ પણ હેરીટેજ પ્રભાવો અને મોર્ડન સિલુએટ્સના મિશ્રણ દ્વારા આધુનિક ભારતીય દુલ્હનના લુકને રજૂ કર્યો હતો, જ્યારે અન્ય ડિઝાઇનર્સે પ્રસંગોચિત આઉટફિટ્સ પ્રદર્શિત કર્યા હતા જે બ્રાઇડલ અને ફેસ્ટિવ ડ્રેસિંગમાં બદલાતી પસંદગીઓ સાથે ભવ્ય કારીગરીનું સંતુલન જાળવે છે.

આ ફેશન વીકે એ પણ દર્શાવ્યું કે કેવી રીતે પરંપરાગત શૈલીઓને એકદમ નવી દિશામાં લઈ જઈ શકાય છે. ખુશબુ દ્વારા ટાઇટલી ડિઝાઇનર સ્ટુડિયોએ ‘રંગ લીલા’ રજૂ કર્યું હતું, જેમાં ભારતીય પ્રભાવોને મોર્ડન સિલુએટ્સ અને વ્યક્તિગત શૈલી પર મજબૂત ભાર સાથે જોડવામાં આવ્યા હતા. ૧૯૬૫થી જૂનો વારસો ધરાવતા બિગ બોસ એન્ડ કંપનીએ ડિઝાઇનર સૂટ્સ અને વેડિંગ કલેક્શનથી લઈને હેન્ડવર્કના ક્રિએશન્સ સુધીના વિશિષ્ટ મેન્સવેર રજૂ કર્યા હતા, જે આધુનિક જેન્ટલમેન માટે પર્સનલાઇઝ્ડ ડ્રેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બારશા મેન્સના ‘સિનેમેટિક કૌતુર’ એ સિનેમાની વિઝ્યુઅલ લેંગ્વેજમાંથી પ્રેરણા લીધી હતી, જેમાં વાર્તા કહેવાની ડ્રામેટિક શૈલીને શેરવાની, ઇન્ડો-વેસ્ટર્ન, બંધગળા અને ટક્સેડોમાં રજૂ કરવામાં આવી હતી.

યુવાન ડિઝાઇનર્સ અને ફેશન સ્ટુડન્ટ્સે આ શૉમાં એક નવો આયામ ઉમેર્યો હતો. NIF ગ્લોબલે કલેક્શન્સની એક શ્રેણી રજૂ કરી હતી જેમાં ઓળખ, સંસ્કૃતિ, પૌરાણિક કથાઓ, ગતિશીલતા અને સસ્ટેનેબિલિટીની શોધ કરવામાં આવી હતી. ‘RE:TIE’ એ પુરુષત્વ અને સત્તા સાથે ટાઇના પરંપરાગત જોડાણ સામે સવાલો ઉભા કર્યા હતા, જ્યારે ‘અર્બન નોમેડ્સ’ એ અજરખને મોર્ડન અર્બન ડ્રેસિંગ સાથે જોડ્યું હતું. ‘મ્યુઝ ઓફ ધ સી’ એ સાયરેન્સની પૌરાણિક કથાઓમાંથી પ્રેરણા લીધી હતી, જેમાં સમુદ્રની પ્રવાહીતાને વ્યક્ત કરવા માટે રંગો, ડ્રેપિંગ અને સજાવટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘બનારસ રિફોર્મ’ એ જૂની બનારસી સાડીઓને ડ્રેસ, કોર્સેટ, બ્લેઝર, સ્કર્ટ અને ટ્રાઉઝરમાં રૂપાંતરિત કરીને નવું જીવન આપ્યું હતું.

NIF ગ્લોબલના અન્ય શૉકેસે વિવિધ કલેક્શન્સ દ્વારા નારીત્વ અને સ્ટોરીટેલિંગને રજૂ કર્યું હતું, જેમાં હંસની સુંદરતાથી પ્રેરિત ‘હંસિની’, નારી શક્તિના પ્રતિક તરીકે કમળનો ઉપયોગ કરતું ‘પદ્માલય’, પરંપરાગત શૈલીઓને કાલ્પનિક સ્વરૂપમાં રજૂ કરતું ‘મૃગતૃષ્ણા’, દ્રૌપદીની દર્દથી શક્તિ સુધીની યાત્રાથી પ્રેરિત ‘અવિનાશિની’, અને ક્રોશેટ તેમજ મેક્રામે ટેકનીક્સને મોર્ડન બીચવેરમાં લાવતું ‘બેરફૂટ’ શામેલ હતું.

સસ્ટેનેબિલિટી આ ઇવેન્ટમાં એક મહત્વપૂર્ણ વિષય તરીકે ઉભરી આવી હતી. સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનના ‘મિડનાઇટ બોરો’ એ કપડાંનું સમારકામ અને પુનઃઉપયોગ કરવાની જાપાની બોરો પરંપરા પરથી પ્રેરણા લીધી હતી, જેમાં ખામીઓ અને નવજીવનની ઉજવણી કરવા માટે પેચવર્ક, દૃશ્યમાન સ્ટીચિંગ અને લેયર્ડ ફેબ્રિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. INSD ના ‘રિફોર્મ રીમ’ એ આ વિચારને વધુ આગળ વધારીને ફોલ્ડિંગ અને વીવિંગ દ્વારા નકામા ન્યૂઝપેપર્સને આર્કિટેક્ચરલ ફેશન સિલુએટ્સમાં રૂપાંતરિત કર્યા હતા. આ કલેક્શન્સે યુવાન ડિઝાઇનર્સમાં મટીરીયલ્સ વિશે ફરીથી વિચારવાની અને સતત નવા કપડાં બદલવાની સંસ્કૃતિને પડકારવાની વધતી જતી રસપ્રદતા દર્શાવી હતી.

રનવે પર મોર્ડન ઇન્ડિયન ફેશનની વ્યાપક શ્રેણી પણ જોવા મળી હતી. ટ્રેન્ડ્સ એ ‘ધ ડેનિમ એડિટ’ રજૂ કર્યું હતું, જેમાં રિલેક્સ્ડ બેગી ફિટ્સથી લઈને નેરો સિલુએટ્સ, બેલ-બોટમ્સ અને મોર્ડન ફ્લેર્સ સુધીની વિવિધ સ્ટાઇલ્સ જોવા મળી હતી. અંજલિ ડ્રેસિસે કુર્તીઓ, ડ્રેસ, ફેસ્ટિવ ચોલી અને કો-ઓર્ડ સેટ્સ ધરાવતું મોર્ડન વિમેન્સવેર પ્રદર્શિત કર્યું હતું, જ્યારે નીલગરે પરંપરાગત ઇન્ડિયન ટેક્સટાઇલ્સ અને ડિટેલિંગને મોર્ડન સિલુએટ્સ સાથે જોડતા ફેસ્ટિવ આઉટફિટ્સ રજૂ કર્યા હતા.

જ્વેલરીએ પણ આ ફેશન વીકમાં એક નવો આયામ ઉમેર્યો હતો. અનંત જ્વેલ્સના ‘સ્વર્ણ સાજ’ એ ભારતની જ્વેલરી પરંપરાઓ અને સંસ્કૃત વિરાસતમાંથી પ્રેરણા લીધી હતી, જેમાં સોનાને માત્ર એક આભૂષણ તરીકે જ નહીં, પરંતુ પરિવાર, ઓળખ અને નિરંતરતાના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ દરમિયાન, અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક 2026 એ દર્શાવી આપ્યું કે મોર્ડન ફેશનનો અર્થ પરંપરાથી દૂર જવું એવો નથી થતો. તેના બદલે, ઘણા કલેક્શન્સે બતાવ્યું કે કેવી રીતે વિરાસત ટેક્સટાઇલ્સ, પરંપરાગત ટેકનીક્સ, પૌરાણિક કથાઓ અને કારીગરીને નવા સિલુએટ્સ, મટીરીયલ્સ અને વિચારો દ્વારા એક નવા સ્વરૂપે રજૂ કરી શકાય છે.

== સમાપ્ત ==

Related posts

અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પરિપૂર્ણ

Master Admin

અમદાવાદના જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ

Master Admin

માથાનો દુખાવો ક્યારે ચિંતાનું કારણ બની શકે? ન્યુરોલોજીકલ ચેતવણીરૂપ સંકેતોને ઓળખો

Master Admin

Leave a Comment

Translate »