Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ

સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

બે જજોની બેન્ચે ભારતીય બંધારણના આર્ટિકલ ૧૯ અને ૨૧નો ઉલ્લેખ કર્યો : બાળકોને ઇન્ટરનેટથી વંચિત રાખવાને બદલે ચાઇલ્ડ મોડ જેવા સુરક્ષા ઉપાયો સૂચવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી | ૧૭મી ઓક્ટોબર ૨૦૨૬ | સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇન્ટરનેટના ઉપયોગને દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ અધિકાર બાળકોને પણ મળેલો છે. તેમને આનાથી સંપૂર્ણપણે વંચિત રાખવા ખોટું હશે. બેંચે કહ્યું કે બાળકોની સુરક્ષા અને તેમની આઝાદી એકબીજાની વિરુદ્ધ નથી. બાળકોને બંનેનો અધિકાર છે.

સોશિયલ મીડિયા અને બીજી ઓનલાઇન સેવાઓ પર બાળકોના યોન શોષણ સાથે જોડાયેલી સામગ્રી પર ચિંતા વ્યક્ત કરતી એક અરજી પર આદેશ આપતા કોર્ટે આ વાતો કહી છે. જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેંચે આ પ્રકારની સામગ્રીની ઓળખ કરવા અને તેને હટાવવાની વ્યવસ્થા મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચુકાદામાં જજોએ માન્યું છે કે બંધારણના અનુચ્છેદ ૨૧ અને ૧૯(૧)(ટ્ઠ) હેઠળ ઇન્ટરનેટનો ઉપયોગ પણ એક મૂળભૂત અધિકાર છે. બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવા તેમની સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓનો ઉકેલ હોઈ શકે નહીં. ઇન્ટરનેટ પર બાળકો માટે ઘણા જોખમો છે, પરંતુ તેમની હાજરી ઓનલાઇન પ્લેટફોર્મની નિષ્ફળતા છે. આ અંગે પગલાં લેવાવા જોઈએ. સુપ્રીમ કોર્ટે માન્યું છે કે જો બાળકોના ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તેના ખરાબ પરિણામો આવી શકે છે. પ્રતિબંધ છતાં બાળકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે અને એવા અનિયંત્રિત પ્લેટફોર્મ પર જઈ શકે છે, જ્યાં તેમના માટે જોખમ વધુ હોય. પ્રતિબંધના કારણે બાળકો ઓનલાઇન ધમકી કે શોષણ વિશે માતાપિતા કે વિશ્વાસુ લોકોને જણાવવાથી પણ ડરી શકે છે.

બેંચે કહ્યું કે ઇન્ટરનેટ વિચારો, સર્જનાત્મક અભિવ્યક્તિ અને માહિતીનું મોટું માધ્યમ છે. દૂરના વિસ્તારોમાં રહેતા ઘણા બાળકો માટે આ શીખવાનું અને માહિતી મેળવવાનું એકમાત્ર સાધન હોઈ શકે છે. વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને પણ ઇન્ટરનેટ દ્વારા પોતાના જેવા અન્ય લોકો સાથે જોડાવાની તક મળે છે.

આ ચુકાદામાં કોર્ટે ૨૦૨૦ ના અનુરાધા ભસીન અને ૨૦૨૫ ના પ્રજ્ઞા પ્રસૂન ચુકાદાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે આ ચુકાદાઓમાં ઇન્ટરનેટના ઉપયોગથી અભિવ્યક્તિની આઝાદી અને ડિજિટલ પહોંચના અધિકારને માન્યતા આપવામાં આવી હતી. બેંચે કહ્યું છે કે બાળકો માટે ઉંમરના આધારે સુરક્ષા ઉપાયો કરવામાં આવવા જોઈએ. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતાપિતાની સંમતિ અને દેખરેખ પર ભાર મૂકવો એક ઉપાય હોઈ શકે છે. બાળકોના એકાઉન્ટ ડિફોલ્ટ રૂપે પ્રાઇવેટ રાખી શકાય છે જેથી દરેક કોઈ તેમનો સંપર્ક ન કરી શકે. બાળકોને બતાવવામાં આવતી જાહેરાતો અને સામગ્રી પર નિયંત્રણ રાખી શકાય છે. આ સિવાય નાના બાળકો માટે અલગ ‘ચાઇલ્ડ મોડ’ ની વ્યવસ્થા કરી શકાય છે. બેંચે સ્પષ્ટ કર્યું છે કે આ તેના સૂચનો છે. આને લાગુ કરવાની રીતો કેન્દ્ર સરકાર નક્કી કરી શકે છે. સરકાર બાળકોને વયસ્ક સામગ્રી જેવી નુકસાનકારક સામગ્રી અને સેવાઓથી દૂર રાખવા માટે યોગ્ય પ્રતિબંધો પણ લગાવી શકે છે. કોર્ટે બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સાથે જોડાયેલી સામગ્રીની ઓળખ કરવા અને તેને હટાવવા માટે પણ નિર્દેશો આપ્યા છે. જેમાં એવું રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનું સામેલ છે, જેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેલી ખોટી સામગ્રીની ઓળખ કરીને તેને હટાવવામાં મદદ મળી શકે.

Related posts

રેશન સિસ્ટમમાં પરિવાર દીઠ ૩૫ કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ

Master Admin

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત : મેક્રોન

Master Admin

યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, ૯ દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર

Master Admin

Leave a Comment

Translate »