દશેરાના શુભ મુહૂર્તે વાહન બજારમાં પડી બૂમ
બ્રાન્ડ્સની દ્રષ્ટિએ મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા, હ્યુન્ડાઈ અને કિયાએ રાજ્યના ઓટો માર્કેટમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૬ — વિજયા દશમી અને દશેરાના પવિત્ર મુહૂર્ત નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યના ઓટોમોબાઇલ માર્કેટમાં ભારે ધૂમ ખરીદી જોવા મળી છે. આજના એક જ દિવસમાં રાજ્યભરના ઓટોમોબાઇલ શોરૂમ્સમાંથી આશરે ૭,૦૦૦થી ૮,૫૦૦ જેટલી નવી ફોર-વ્હીલર (પેસેન્જર કાર અને જીેંફ)ની ગ્રાહકોને સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે. દશેરાના શુભદિને ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને કોમર્શિયલ વાહનો મળીને કુલ ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ વાહનોનું વેચાણ નોંધાયું છે, જેમાં એકલી કાર શ્રેણીનો હિસ્સો ૧૫%થી ૨૦% જેટલો ભવ્ય રહ્યો છે.
કાર વેચાણના આંકડાઓનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ભારતીય ગ્રાહકોમાં જીેંફ અને ક્રોસઓવર મોડેલ્સની માંગ સૌથી વધુ (આશરે ૫૫%થી વધુ) રહી છે. ખાસ કરીને કોમ્પેક્ટ જીેંફ સેગમેન્ટમાં ટાટા નેક્સન, મારુતિ બ્રેઝા, હ્યુન્ડાઈ ક્રેટા અને મહિન્દ્રા ૩ર્ઠં ની ડિલિવરી મેળવવા માટે શોરૂમ્સ પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. બ્રાન્ડ્સની દ્રષ્ટિએ મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા, હ્યુન્ડાઈ અને કિયાએ રાજ્યના ઓટો માર્કેટમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૨,૨૦૦થી ૨,૫૦૦થી વધુ કારોની ડિલિવરી થઈ છે. આ ઉપરાંત સુરતમાં ૧,૫૦૦થી ૧,૮૦૦ કાર તથા વડોદરા અને રાજકોટમાં પ્રત્યેક શહેરમાં ૧,૦૦૦થી ૧,૨૦૦ કારોનું વેચાણ નોંધાયું છે. બીજી તરફ, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને નવી ટેકનોલોજીના કારણે ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર (ઈફ) ક્ષેત્રે પણ ગ્રાહકોનો ઉત્સાહ વધ્યો છે, જેના પરિણામે કુલ કાર વેચાણમાં આશરે ૬%થી ૮% હિસ્સો ઈલેક્ટ્રિક કારનો રહ્યો છે.
