Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

સૌરભ દાસ અને આશુતોષ રાંકા પોલીસ સમક્ષ હાજર થયા નહીં

પોલીસના સમન્સ છતાં પૂછપરછ માટે હાજર થયા નહીં

તેમણે પોલીસને હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૬ — કોકરોચ જનતા પાર્ટીના સૌરભ દાસ અને આશુતોષ રાંકા દિલ્હી પોલીસના સમન્સ છતાં ગુરૂવારે પૂછપરછ માટે હાજર થયા નહીં. રિપોર્ટ્‌સ પ્રમાણે તેમણે પોલીસને હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે. તેવામાં સંભવ છે કે દિલ્હી પોલીસ તરફથી આ બંનેને નવી નોટિસ જારી કરવામાં આવે.

દિલ્હી પોલીસે બંને સીજેપી નેતાઓને રાજૌરી ગાર્ડન કાર્યાલયમાં બોલાવ્યા હતા. બે દિવસ પહેલા બંનેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે શાંતિ બનાવી રાખવાની શરત પર બોન્ડ ભરાવ્યા બાદ બંનેને છોડવાની મંજૂરી આપી હતી. તે બંને પાસે ૫૦ હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ ભરાવવામાં આવ્યા છે. આ સિવાય બંને નેતાઓને કહેવામાં આવ્યું છે કે સુનાવણીની તારીખ પર હાજર રહે. લેખિત શરત પ્રમાણે તેમણે વચન આપ્યું છે કે બંને કાયદાનું ઉલ્લંઘન નહીં કરે અને શાંતિ બનાવી રાખશે. આ સિવાય તેમને કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં કોઈપણ પ્રદર્શન કાયદા મુજબ હોવું જોઈએ.

કોર્ટને આપેલા વચનને ધ્યાનમાં રાખતા આ તબક્કામાં વધુ ન્યાયિક કસ્ટડીની જરૂરિયાત ન માનતા, મેજિસ્ટ્રેટશ્રીએ તપાસ અધિકારીને જામીનોની ચકાસણી કરવા અને અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો. આ મામલામાં આગળની કાર્યવાહી માટે ૨૩ ઓક્ટોબર બપોરે ત્રણ કલાક માટે લિસ્ટ કરવામાં આવ્યો છે અને આ બંનેને તથા તેના જામીનદારોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પોલીસની આ કાર્યવાહી ૧૩ ઓક્ટોબરે જંતર-મંતર પર થયેલા એક પ્રદર્શન સાથે જોડાયેલી છે, જેમાં સૌરવ દાસ, રાંકા, શિંદે અને સીજેપીના ૧૧ અન્ય સભ્ય સામેલ હતા. પોલીસ પ્રમાણે આ સ્થળને પ્રદર્શનના સ્થળના રૂપમાં ડી-નોટિફાઈ કરવા છતાં પ્રદર્શનકારીઓએ ખાનગી પરિસરોના રસ્તે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને શાંતિ બનાવી રાખવાની શરતોનું કથિત રીતે ઉલ્લંઘન કર્યું.

ચેન્નઈમાં ગુરૂવારે કોકરોચ જનતા પાર્ટીએ એસઆઈઆર વિરુદ્ધ અને સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને પ્રદર્શન કર્યું હતું. સીજેપીના સભ્યો અનુસાર અભિનેતા પ્રકાશ રાજ પણ પ્રદર્શનમાં સામેલ થવાના હતા, પરંતુ તેઓ ન પહોંચ્યા.

ચેન્નઈ પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી આપવાની ના પાડવા છતાં સીજેપીના આયોજકોએ સાંજે પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમાં ૧૦૦થી વધુ યુવાઓની અટકાયત કરવામાં આવી હતી.

Related posts

સાયબલ અને દ્રોણા દ્વારા HNIs, સેલિબ્રિટીઝ, રાજકીય નેતાઓ અને જાહેર ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓને ડિજિટલ જોખમોથી સુરક્ષિત રાખવા માટે વ્યૂહાત્મક સાયબર ડિફેન્સ ભાગીદારીની જાહેરાત

Master Admin

ઈન્ટરનેશનલ ફ્લાઇટ્‌સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો

Master Admin

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર

Master Admin

Leave a Comment

Translate »