સિવણ ક્લાસ શરૂ કરવાની લાલચ આપી ૧૫૦ મહિલાઓને છેતરી
ત્રણ મહિનાની તાલીમના નામે મહિલાઓ પાસેથી ૨,૦૦૦ રૂપિયા ઉઘરાવ્યાનો આક્ષેપ, હડાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા, તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૬ — હડાદમાં સ્વરોજગારી આપવાના બહાને ૧૫૦થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી થયાનો આક્ષેપ સામે આવ્યો છે. હિંમતનગરની ધરતી નામની દ્ગર્ય્ં સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે સિવણ ક્લાસની ત્રણ મહિનાની તાલીમ આપવાનું કહી મહિલાઓ પાસેથી વ્યક્તિદીઠ ૨,૦૦૦ રૂપિયા ઉઘરાવ્યા હોવાની ફરિયાદ હડાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હિંમતનગરની ધરતી નામની દ્ગર્ય્ં સંસ્થા દ્વારા હડાદ અને આસપાસના વિસ્તારની અનુસૂચિત જાતિ-જનજાતિની તેમજ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સ્વરોજગારીની તક આપવાની વાત કરવામાં આવી હતી. સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે મહિલાઓને સિવણ ક્લાસ શરૂ કરવાનો અને તેના માટે ત્રણ મહિનાની તાલીમ આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ તાલીમના નામે દરેક મહિલા પાસેથી ૨,૦૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા.આ રીતે અંદાજે ૧૫૦થી વધુ મહિલાઓએ સંસ્થામાં રૂપિયા જમા કરાવ્યા હોવાનો આક્ષેપ છે. જોકે, રૂપિયા લીધા બાદ મહિલાઓને તેની પહોંચ પણ આપવામાં આવી નહોતી. ત્યારબાદ સંચાલિકા નિશાબેન પરમાર સંપર્કની બહાર થઈ ગયાં હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો છે. મહિલાઓએ સંચાલિકાના સંપર્ક નંબર પર વારંવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મોટાભાગે ફોન બંધ આવતો હતો અને ફોન લાગવા છતાં જવાબ મળતો નહોતો. આથી મહિલાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી.આખરે ભોગ બનેલી મહિલાઓ એકત્ર થઈ હતી અને સમગ્ર મામલે હડાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. મહિલાઓએ પોતાની ફરિયાદમાં સંસ્થા દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સંસ્થા સામે તપાસ હાથ ધરી જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. સ્વરોજગારી અને સિવણની તાલીમ મેળવી આર્થિક રીતે પગભર થવાની આશા રાખતી મહિલાઓ પાસેથી રૂપિયા ઉઘરાવવાના આક્ષેપને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
