Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે મોનિટરિંગ કમિટી રચાઈ

૨૦૦૦થી વધુ જગ્યાઓ પર મેરિટ આધારે થશે પસંદગી

ત્રણ સભ્યોની કમિટી એક વર્ષ માટે કાર્યરત રહેશે; અંગ્રેજી, ફિઝિક્સ અને મેથેમેટિક્સના શિક્ષકોની અછત દૂર કરવા સરકારનું પગલું

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૬ — ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવાની દિશામાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભરતા ત્રણ સભ્યોની ખાસ મોનિટરિંગ કમિટીની રચના કરી છે.

વિવિધ વિષયોના ૨૦૦૦થી વધુ શિક્ષકોની આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે નિર્વિવાદ રહે, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને મેરિટના આધારે પારદર્શક તક મળે અને સમગ્ર પ્રક્રિયા પર સચોટ દેખરેખ રાખી શકાય તે માટે આ કમિટીની નિમણૂક કરવામાં આવી છે.

સરકાર દ્વારા ગઠિત આ ત્રણ સભ્યોની કમિટીમાં હિંમતનગરના મિતેશ ભટ્ટ, સુરતના જીગ્નેશકુમાર પટેલ અને અમદાવાદના મનુભાઈ રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં શિક્ષકો તેમજ શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે અને સરકાર દ્વારા આ કમિટીનો કાર્યકાળ એક વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે.

શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે કમિટીમાં સ્થાન મેળવનારા મનુભાઈ રાવલે જણાવ્યું હતું કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં હાલ અંદાજે ૨૦૦૦ જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, જેમાં ખાસ કરીને અંગ્રેજી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ જેવા મહત્વના વિષયોના શિક્ષકોની ભારે અછત વર્તાઈ રહી છે.

શાળા સંચાલક મંડળો દ્વારા લાંબા સમયથી આ ખાલી જગ્યાઓ ભરવા માટે માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે કમિટીની રચના થતાં હવે આગામી સમયમાં ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધશે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
કમિટીનું મુખ્ય ઉત્તરદાયત્વ નિયમો અનુસાર અને મેરિટના ધોરણે જ શિક્ષકોની પસંદગી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે, જેથી શિક્ષણકાર્ય પર પડતી માઠી અસરને અટકાવી શકાય.

Related posts

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું

Master Admin

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ

Master Admin

સાબરમતી યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ સંપન્ન: 467 વિદ્યાર્થીઓને પદવી અને 25 તેજસ્વીઓને ગોલ્ડ મેડલ એનાયત

Master Admin

Leave a Comment

Translate »