Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ફ્રાન્સમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

શાળા-ટ્રેનથી લઈને એફિલ ટાવર સુધી અસર

વિરોધની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં એક હાઈસ્કૂલમાં સ્ટાફની અછત અને શિક્ષણ માટે પૂરતા બજેટની માંગ સાથે થઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
પેરીસ, તા.૬ નવેમ્બર ૨૦૨૬ — ફ્રાન્સમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા, શાળા-ટ્રેનથી લઈને એફિલ ટાવર સુધી અસર. ફ્રાન્સમાં વધતી મોંઘવારી, સ્થિર પગાર અને શિક્ષણ ક્ષેત્રે બજેટની અછતને લઈને લોકોનો ગુસ્સો હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. દેશમાં ૬ લાખથી વધુ લોકોએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હોવાના અહેવાલ છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન હવે કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનરો સુધી પહોંચી ગયું છે.ફ્રાન્સમાં વધતી મોંઘવારી, સ્થિર પગાર અને શિક્ષણ ક્ષેત્રે બજેટની અછતને લઈને લોકોનો ગુસ્સો હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. દેશમાં ૬ લાખથી વધુ લોકોએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હોવાના અહેવાલ છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન હવે કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનરો સુધી પહોંચી ગયું છે. પેરિસ સહિત લ્યોન, માર્સેલી અને અન્ય શહેરોમાં હજારો લોકો રેલીમાં જોડાયા હતા. લોકોની મુખ્ય માંગણી છે કે વધતી જતી જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતોને ધ્યાનમાં રાખીને પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવે તથા શિક્ષણ માટે વધુ નાણાં ફાળવવામાં આવે.આ વિરોધની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં એક હાઈસ્કૂલમાં સ્ટાફની અછત અને શિક્ષણ માટે પૂરતા બજેટની માંગ સાથે થઈ હતી. ધીમે ધીમે આ લડતમાં વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓ પણ જોડાતા ગયા. ટ્રેડ યુનિયનોના જણાવ્યા અનુસાર, ખાદ્યપદાર્થો, ઈંધણ, ગેસ, વીજળી અને મકાનના ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ લોકોની આવકમાં તે પ્રમાણે વૃદ્ધિ થતી નથી. પરિણામે સામાન્ય પરિવારોનું આર્થિક બજેટ ખોરવાઈ રહ્યું છે. કર્મચારીઓ વધુ પગાર અને નિવૃત્ત નાગરિકો પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે.વિરોધ પ્રદર્શનોની અસર ળાન્સના સામાન્ય જનજીવન પર પણ પડી હતી. અહેવાલો અનુસાર, દેશની લગભગ એક તૃતીયાંશ હાઈસ્કૂલોની કામગીરી ખોરવાઈ હતી. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓએ પ્રવેશદ્વારો બંધ કર્યા હતા, જ્યારે અનેક જગ્યાએ શિક્ષકોએ હડતાળમાં ભાગ લીધો હતો. જાહેર પરિવહન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. વિરોધને ધ્યાનમાં રાખીને પેરિસનું વિશ્વવિખ્યાત એફિલ ટાવર પણ ગુરુવારે બંધ રાખવામાં આવ્યું હતું. આર્થિક અસમાનતા અને ભવિષ્યની ચિંતાઓ દર્શાવતા બેનરો સાથે વિદ્યાર્થીઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.વિરોધ પ્રદર્શનો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર દેશમાં લગભગ ૭૦,૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા માટે બખ્તરબંધ વાહનો, ડ્રોન અને હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી. મોટા ભાગના દેખાવો શાંતિપૂર્ણ રહ્યા હોવા છતાં રેનેસ, લ્યોન, નાન્તેસ અને ટૂલૂઝ સહિતના શહેરોમાં તણાવ અને ઘર્ષણના અહેવાલો સામે આવ્યા હતા. કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓએ રસ્તાઓ રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર વસ્તુઓ ફેંકવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી હતી.ફ્રાન્સના ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે આર્થિક મંદીની આશંકા વચ્ચે કંપનીઓ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં સરકાર પાસે પગાર, પેન્શન અને રોજગાર સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે દબાણ વધી રહ્યું છે. આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે આ વિરોધ પ્રદર્શનો ફ્રાન્સની સરકાર માટે મહત્વનો પડકાર બની રહ્યા છે.

Related posts

ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે?

Master Admin

ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવા અંગે અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પાસ

Master Admin

ગાઝા બોર્ડ ઓફ પીસ બોર્ડમાં સામેલ થવા ફ્રાસ અને કેનેડાનો ઇનકાર

Master Admin

Leave a Comment

Translate »