Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

રક્ષાબંધન પર અનોખી ઉજવણી — રાખડી સાથે પર્યાવરણપ્રેમી સંદેશ

 

 

શહેરની પર્યાવરણપ્રેમી મહિલા ધારા ઠક્કરે રક્ષાબંધનની ઉજવણીને અનોખો આયામ આપ્યો. તેમણે પરંપરાગત રાખડી સાથે ભાઈને પ્લાન્ટની ભેટ આપીને તેને પ્રેરણા આપી કે તે આ છોડની ખાસ કાળજી રાખે, નિયમિત પાણી આપે અને પ્રેમપૂર્વક તેની સંભાળ કરે.

 

ધારા ઠક્કરે જણાવ્યું કે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ માત્ર સુરક્ષા અને પ્રેમ પૂરતો નથી, પરંતુ આવતી પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ આપવાની જવાબદારી પણ છે. તેમણે ભાઈને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી.

 

આ પ્રસંગે ધારા ઠક્કરે સમાજને સંદેશ આપ્યો કે પ્રકૃતિનું રક્ષણ કરવું, વૃક્ષો વાવવું અને તેની સંભાળ રાખવી એ દરેક નાગરિકનો કર્તવ્ય છે. “જો આજે આપણે પ્રકૃતિને સાચવીશું, તો જ આવતી પેઢી માટે હરિયાળો અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરી શકીશું,” તેમ તેમણે ઉમેર્યું.

Related posts

તમાકુ, વ્યસનનું બદલાતું સ્વરૂપ અને આધુનિક સમયના પડકારો – રાજકીય, સામાજિક કે વ્યક્તિગત સંગઠનોએ તમાકુ અને ડ્રગ્સ સામે જોરદાર આંદોલન કેમ શરૂ કર્યું નથી? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. શું આપણે શાંત સામૂહિક હત્યાકાંડના મૂક પ્રેક્ષક બની રહ્યા છીએ?

Master Admin

Dettol Banega Swasth India Commemorates Global Handwashing Day 2024, Reaching 30 million Children Nationwide

Reporter1

હું અહીં ભાઈચારો,મહોબ્બત,શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું.”

Reporter1
Translate »