Nirmal Metro Gujarati News
national

શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક દ્રશ્યો

  • અંતિમ દર્શન માટે સ્ટ્રેચર પર આવી પત્ની
  • આર્મી જવાન પ્રમોદ થોડા દિવસ પહેલા રજા પર ઘરે આવ્યા હતા, જેમાં એક માર્ગ અકસ્માતે પ્રમોદની જિંદગી છીનવી લીધી

(સંપૂર્ણ સમાચાર સેવા)
સાતારા, તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૬: મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના આરેદરે ગામમાં ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની અંતિમ વિદાય વખતે આખું રડી પડ્યું. આર્મી જવાન પ્રમોદ થોડા દિવસ પહેલા રજા પર ઘરે આવ્યા હતા. જેમાં એક માર્ગ અકસ્માતે પ્રમોદની જિંદગી છીનવી લીધી હતી. પ્રમોદના પત્ની પ્રેગ્નેન્ટ હતા. જે ઘરમાં ખુશીઓ આવાની હતી, આજે આ ઘર પર શોક છવાયો છે.પ્રમોદના અંતિમ દર્શન કરવા માટે તેમની પત્ની અને નવજાત પુત્રી સ્ટ્રેચર પર આવ્યા હતા.આ દ્રશ્યે સૌકોઈને રડાવ્યા હતા.

આર્મી જવાન પ્રમોદ જાધવના નિધનના થોડા કલાકો બાદ તેમની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગામમાં શોક છવાયો હતો. સૈન્ય અને વહીવટીતંત્રની હાજરીમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ. સૌથી હૃદયદ્રાવક પળ ત્યારે આવી જ્યારે પ્રમોદ જાધવની પત્નીને અંતિમ દર્શન માટે સ્ટ્રેચર પર હોસ્પિટલમાંથી સીધા લાવવામાં આવ્યા હતા. આગળ જે દ્રશ્ય બન્યું તે જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. આઠ કલાક પહેલા જન્મેલી દીકરીને તેના પિતા પાસે લઈ જવામાં આવી. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર સૌકોઈ રડી પડ્યા. કેટલાકે પોતાના આંસુ લૂછ્યા, જ્યારે કેટલાક નીચી આંખો સાથે ઊભા રહ્યા.

પ્રમોદ જાધવને રાજકીય સન્માન સાથે સેના દ્વારા સલામી આપવામાં આવી. ગામલોકો, સંબંધીઓ, વહીવટી અધિકારીઓ દરેક વ્યક્તિની આંખો આંસુથી છલકાઈ હતી.

Related posts

બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી ૧૨ ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ

Master Admin

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને શ્વાન પ્રેમીઓને લીધા આડેહાથ

Master Admin

છત્તીસગઢના દંતેવાડામાં ૬૩ નક્સલીઓએ કર્યું સરેન્ડર

Master Admin
Translate »