- મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસને ૩ સીટ મળી
- શિવસેના (શિંદે જૂથ), કોંગ્રેસ અને શિવસેના (ઠાકરે જૂથ)ને મર્યાદિત સફળતા મતગણતરીના પરિણામો બતાવે છે કે રાજ્યમાં ભાજપની સ્પષ્ટ લહેર જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૬: મહારાષ્ટ્રના રાજકારણમાં નગર નિગમ ચૂંટણીએ મોટો રાજકીય બદલાવ નોંધાવી દીધો છે. રાજ્યની ૨૯ નગર નિગમોની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે અને આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ લીડ બનાવતા વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. આંકડા અનુસાર, ભાજપે મુંબઈ સહિત ૨૧ નગર નિગમ પર કબજો કરી લીધો છે. જ્યારે શિવસેના (શિંદે જૂથ), કોંગ્રેસ અને શિવસેના (ઠાકરે જૂથ)ને મર્યાદિત સફળતા મળી શકે છે.
સૌથી મોટો ઝટકો શિવસેના (ઠાકરે જૂથ)ને લાગ્યો છે, જેને મુંબઈમાં ૨૫ વર્ષો બાદ સત્તા ખોવાનો વારો આવ્યો છે. એક સમયે મહાનગરોની રાજનીતિમાં મજબૂત પકડ ધરાવતી કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં ખાસ કંઈ પ્રભાવ છોડી શકી નથી.
મતગણતરીના પરિણામો બતાવે છે કે રાજ્યમાં ભાજપની સ્પષ્ટ લહેર જોવા મળી રહી છે. ભાજપે ન ફક્ત મુંબઈમાં સત્તા મેળવી છે, પણ પુણે, નાગપુર, નાસિક જેવા મોટા શહેરો અને રાજકીય રીતે મહત્ત્વના શહેરો પર પોતાનું વર્ચસ્વ બનાવી રાખ્યું છે.
આ સીટો પર ભાજપની જીત
મુંબઈ, નવી મુંબઈ, મીરા-ભયંદર, ઉલ્હાસનગર, પનવેલ, પુણે, પિંપરી-ચિંચવડ, ઈચલકરંજી, સાંગલી-મિરાજ-કુપવાડ, કોલ્હાપુર, સોલાપુર, નાગપુર, અકોલા, અમરાવતી, નાસિક, ધુલે, જલગાંવ, અહિલ્યાનગર, જાલના, નાંદેડ-વાધાલા, છત્રપતિ સંભાજીનગર
શિવસેના (શિંદે જૂથ)ઃ થાણે-કલ્યાણમાં ગઢ જાળવી રાખ્યો
મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ બે સીટો પર દબદબો જાળવી રાખ્યો છે.
થાણે, કલ્યાણ ડોમ્બિવલી
કોંગ્રેસને આ વખતે ૩ નગર નિગમોમાં સફળતા મળી છે
લાતૂર-એકલા દમ પર સત્તા મેળવી
ભિવંડી-નિઝામપુર-એકલા દમ પર સત્તા
ચંદ્રપુર-શિવસેના (યુબીટી) સાથે ગઠબંધનમાં સરકાર
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથને ખાલી પરભણી નગર નિગમમાં સફળતા મળી છે. જ્યાં કોંગ્રેસના સમર્થનથી સત્તા બની છે. કૂલ મળીને ઠાકરે જૂથનો શહેરી પ્રભાવ આ ચૂંટણીમાં નબળો પડ્યો છે.
વસઈ-વિરાર નગર નિગમમાં બહુજન વિકાસ અઘાડીએ ફરી એક વાર પોતાની મજબૂત પકડ બનાવી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ આ જીત મ્ફછ માટે રાજકીય રીતે મહત્ત્વની માનવામાં આવી રહી છે. માલેગાંવ નગર નિગમમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો નથી દેખાતો. આવા સમયે અપક્ષ ઉમેદવાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. હવે માલેગાંવના મેયર કોણ હશે, એ સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર છે કે અપક્ષ કઈ પાર્ટીને ટેકો આપે છે.

