Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ટેક્નોલોજી ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય

  • મોહન ભાગવતે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું
  • ટેક્નોલોજીનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે થવો જોઇએ

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૬: RSS પ્રમુખ મોહન ભાગવતે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ, નહીં કે લોકોને તેના ગુલામ બનાવવા માટે. તેમણે યુવા ઉદ્યોગસાહસિકો સાથેના સંવાદમાં સ્પષ્ટ કર્યું કે, સ્વદેશી અપનાવવાનો અર્થ ટેક્નોલોજીને નકારવી એવો નથી અને ટેક્નોલોજી પોતે ખરાબ હોતી નથી, બસ તેના પર જરૂરિયાત કરતાં વધુ નિર્ભરતા ન હોવી જોઈએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે છત્રપતિ સંભાજીનગરમાં ટેક્નોલોજીના ઉપયોગ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે ટેક્નોલોજીનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ, પરંતુ લોકો તેના ગુલામ ન બને. ટેક્નોલોજીથી બચવું અશક્ય અને અયોગ્ય બંને છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના પર આપણી નિર્ભરતા એટલી ન વધી જાય કે ટેક્નોલોજી જ આપણને નિયંત્રિત લાગે અથવા ટેક્નોલોજી વગર માણસ પાંગળો બની જાય.

મોહન ભાગવતે આ વાત યુવા ઉદ્યોગસાહસિકો સાથેના સંવાદ દરમિયાન કહ્યું કે, ’સ્વદેશી અપનાવવાનો અર્થ ટેક્નોલોજીને નકારવી એવો નથી.’ આ સંવાદ RSS ના શતાબ્દી વર્ષના સમારોહ અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો. વેપાર અને ઉદ્યોગ માત્ર નફાના હેતુથી ન ચાલવા જોઈએ. “આપણે માત્ર આપણા ફાયદા માટે જ નહીં, પરંતુ સમાજના હિત માટે કામ કરીએ છીએ અને આજીવિકા કમાવવાની સાથે સામાજિક જવાબદારી નિભાવવી પણ જરૂરી છે.”

કૃષિનું ઉદાહરણ આપતા મોહન ભાગવતે કહ્યું કે, ભારતમાં ખેડૂત ખેતીને માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ પોતાનું કર્તવ્ય માને છે. તેમણે કહ્યું કે આ વિચાર દુનિયાના બીજા ભાગોમાં ભાગ્યે જ જોવા મળે છે અને આ જ આપણને શીખવે છે કે આપણું કામ સમાજ માટે હોવું જોઈએ. આધુનિક ટેક્નોલોજીને ભારતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ અનુરૂપ ઢાળવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ટેક્નોલોજી સમાજને નુકસાન ન પહોંચાડે અને રોજગારની તકો પણ ઓછી ન કરે.

Related posts

ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર એલર્ટ, એડવાઈઝરી જાહેર

Master Admin

ભારતના એન્ટરપ્રાઇઝ AI રોકાણમાં 119%નો વધારો, પરંતુફક્ત 22% ભારતીય સાહસો AI મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે ગવર્નન્સ ધરાવે છે: સર્વિસનાઉ

Master Admin

‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’

Master Admin
Translate »