Nirmal Metro Gujarati News
businessCommodity Market Report

સોનાના વાયદામાં રૂ.૫૩૭૯, ચાંદીના વાયદામાં રૂ.૪૮૨૫૩નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા

કોમોડિટી વાયદાઓમાં રૂ.૪૭૭૧૫૯.૪૮ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.૩૦૭૦૧૫૯.૭૯ કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૩૭૯૪૪૩.૧૭ કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૩૮૯૧૪ પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ૯થી ૧૫ જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.૩૫૪૭૩૮૪.૮૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.૪૭૭૧૫૯.૪૮ કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.૩૦૭૦૧૫૯.૭૯ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.૬૫.૨૩ કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.૦.૩૪ કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૩૮૯૧૪ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.૪૯૧૪૮.૭૭ કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૩૭૯૪૪૩.૧૭ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૭૯૯૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૪૩૫૯૦ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.૧૩૭૭૨૯ના મથાળે અથડાઈ, રૂ.૧૩૭૭૪૨ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૫૩૭૯ના ઉછાળા સાથે રૂ.૧૪૩૧૨૧ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે ૮ ગ્રામદીઠ રૂ.૩૫૮૨ની તેજી સાથે રૂ.૧૧૬૨૪૮ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪૮૮ વધી સપ્તાહના અંતે રૂ.૧૪૫૪૨ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૬૭ની તેજી સાથે રૂ.૧૪૨૮૫૦ થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૮૩૬૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૪૩૯૭૯ અને નીચામાં રૂ.૧૩૮૩૪૫ના મથાળે અથડાઈ, રૂ.૧૩૮૨૭૫ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૫૧૩૧ના ઉછાળા સાથે રૂ.૧૪૩૪૦૬ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૨૪૫૬૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૯૨૯૬૦ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.૨૪૩૬૭૦ના સ્તરને સ્પર્શી, રૂ.૨૪૩૩૨૪ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૪૮૨૫૩ના જંગી ઉછાળા સાથે રૂ.૨૯૧૫૭૭ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.૪૭૪૩૪ ઊછળી રૂ.૨૯૩૪૨૧ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.૪૭૫૧૩ ઊછળી સપ્તાહના અંતે રૂ.૨૯૩૫૪૦ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. ૪૫૬૦૧.૦૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.૩૮.૩ વધી રૂ.૧૩૦૮.૫ના સ્તરે પહોંચ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.૧૦.૫ વધી રૂ.૩૧૭.૮૫ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.૯.૮૫ વધી સપ્તાહના અંતે રૂ.૩૧૮.૭ના ભાવે બોલાયો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ.૧.૦૫ વધી રૂ.૧૯૨ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. ૫૨૦૯૫.૬૩ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.૪૩૫૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૪૪૨૭ અને નીચામાં રૂ.૪૨૧૧ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧૩૩ ઘટી રૂ.૪૨૨૪ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૫૨૨૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૬૨૧ અને નીચામાં રૂ.૫૧૮૩ના સ્તરને સ્પર્શી, રૂ.૫૧૮૦ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૧૮૬ વધી રૂ.૫૩૬૬ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.૧૮૯ વધી રૂ.૫૩૬૮ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.૨૩.૬ ઘટી સપ્તાહના અંતે રૂ.૨૮૩.૧ થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.૨૩.૫ ઘટી રૂ.૨૮૩.૨ના સ્તરે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૯૯૮.૫ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૫.૨ ઘટી રૂ.૯૭૩.૪ થયો હતો. એલચી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૨૭૦૯ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫ ઘટી રૂ.૨૬૮૦ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૧૪૭૮૨૯.૦૩ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૨૩૧૬૧૪.૧૫ કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. ૩૬૯૨૧.૦૨ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. ૪૪૬૬.૫૯ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. ૨૮૯.૮૩ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. ૩૮૦૨.૩૯ કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. ૬૮.૬૫ કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૨૧૦૭.૫૮ કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૩૯૯૧૯.૪૦ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. ૧૫.૫૦ કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. ૨.૨૫ કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં ૧૪૧૫૨ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૪૬૨૯૧ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૮૫૪૫ લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૧૧૯૩૨૦ લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં ૧૫૪૪૧ લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં ૯૭૨૦ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૨૪૦૪૧ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૪૫૨૦૭ લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં ૫૯૩ લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૩૪૩૨ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૨૭૩૫૮ લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૩૫૬૨૭ પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૩૯૨૦૫ પોઇન્ટના સ્તર અને નીચામાં ૩૫૬૨૭ પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે ૩૧૦૮ પોઇન્ટ વધી ૩૮૯૧૪ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

Related posts

MATTER Partners with Bolt.Earth to Accelerate EV Charging Access Across India

Reporter1

Turkish Airlines Launches Flights to Port Sudan

Reporter1

Samsung QLED TVs Redefine Home Entertainment with Real Quantum Dot Tech, Knox Security, and Cadmium-Free Innovation

Reporter1
Translate »