Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ભારતે ખુલ્લેઆમ ઈરાનને UNમાં આપ્યું સમર્થન

  • પાકિસ્તાનનો પણ સપોર્ટ, પશ્ચિમી દેશો સ્તબ્ધ
  • ભારતે ઈરાનને સપોર્ટ કરતા કયા પ્રસ્તાવ પર વિરુદ્ધમાં મતદાન કર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬: ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી વૈશ્વિક રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આ દરમિયાન ઈરાનમાં પણ સરકાર સામે વિરોધ પ્રદર્શનો જબરદસ્ત થયા.

આ વિરોધ પ્રદર્શનોમાં અનેક લોકોના જીવ ગયા. ખામેનેઈએ આ પ્રદર્શનો માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવી દીધા હતા. હવે એક એવી મોટી ઘટના ઘટી છે કે વિશ્વમાં જાણે સોપો પડી ગયો છે. વાત જાણે એમ બની કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ઈરાનને ખુલ્લો સપોર્ટ આપી દીધા બધા ચોંકી ગયા છે. વાત જાણે એમ હતી કે ઈરાનમાં માનવાધિકારોની સ્થિતિ અંગે પશ્ચિમી દેશો દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેનો ભારતે ખુલીને વિરોધ કર્યો અને તેમાં ઈરાનનો સાથ આપ્યો.

ઈરાનમાં ઘણા દિવસોથી સરકાર સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જેને લઈને યુએનમાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેનો હેતુ ઈસ્લામિક રિપબ્લિકન ઓફ ઈરાનમાં માનવાધિકારની બગડતી સ્થિતિની ટીકા કરવાનો હતો. પશ્ચિમી દેશો એવું ઈચ્છતા હતા કે યુએન ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવે જો કે ગ્લોબલ સાઉથના અનેક દેશોએ તેને રાજકારણ અને પશ્ચિમી એજન્ડા ગણાવ્યો અને ફગાવી દીધો. આ પ્રસ્તાવ પર જ્યારે મતદાનનો સમય આવ્યો તો દરેકની આંખો પહોળી થઈ ગઈ કારણ કે આ પ્રસ્તાવના પક્ષમાં કુલ ૨૫ મત પડ્યા અને વિપક્ષમાં ૭ દેશોએ મતદાન કર્યું હતું. જેમાં ભારત પણ તેના વિરુદ્ધમાં મતદાન કરનારા દેશોમાં સામેલ હતું. એટલે કે ભારતે આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ભારતે તટસ્થ રહેવા છતાં NO માં મતદાન કર્યું. ભારત ઉપરાંત ચીન, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, ઈરાન, વિયેતનામ, ક્યૂબા પણ એવા દેશ હતા જેમણે ઈરાનના પક્ષમાં મતદાન કર્યું. આ સાથે જ બ્રાઝીલ, દક્ષિણ આફ્રીકા, કતાર, કુવૈત સહિત ૧૪ દેશોએ વોટિંગથી અંતર જાળવ્યું હતું. વૈશ્વિક મંચ પર જ્યારે માનવાધિકારોની ચર્ચા થાય છે ત્યારે ભારત દેશ વિદેશના પ્રસ્તાવો પર તટસ્થ નીતિ અપનાવતું હોય છે. જો કે આ વખતે તેણે ખુલીને વિરોધ કરતા મોટો સંકેત ગણાઈ રહ્યો છે. ભારતે આ રીતે NO મા મત આપતા દેખાડી દીધુ છે કે ભારત કોઈ પણ પશ્ચિમી દેશના દબાણ આગળ ઝૂકશે નહીં. તે એ જ કરશે જે તેને ઠીક લાગશે.

Related posts

‘જરાય શરમ રહી નથી, જોકરોનો શૉ ચાલી રહ્યો છે’ : ઓબામા

Master Admin

અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે, ટ્રમ્પનું નિવેદન

Master Admin

અમેરિકાએ ૨૦૨૫માં ૮,૦૦૦ સ્ટુડન્ટ સહિત એક લાખથી વધુ લોકોના વિઝા રદ કર્યા

Master Admin

Leave a Comment

Translate »