Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Education

JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાર્નિવલ ‘Expressions – An Arena of Creations and Innovations’નું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૨૪મી જાન્યુઆરી ૨૦૨૬ — JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શનિવાર, 24 જાન્યુઆરી, 2026ના રોજ ઓપન હાઉસ તથા પ્રવૃત્તિ પ્રદર્શન “Expressions – An Arena of Creations and Innovations” હેઠળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિકસિત કરેલી તેમની સર્જનાત્મકતા, નવીનતા અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું સુંદર પ્રદર્શન કર્યું.

કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ઓપન હાઉસ અને STEAM પ્રદર્શન યોજાવામાં આવ્યું, જેમાં પ્રી-પ્રાઈમરીથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓ રજૂ કરી, જેનાથી અનુભવ દ્વારાશીખીનેસર્જનાત્મક વિચારોને ઉજાગર કરવામાં આવ્યા. વિશેષ “Future Zone”માં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ આવનારી વૈજ્ઞાનિક અને ટેકનોલોજી સંબંધિત પ્રગતિ અંગે પોતાની સમજ રજૂ કરી.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શન રહ્યું, જેમાં વિદ્યાર્થીઓની કલાત્મક કુશળતા અને સર્જનાત્મક વિકાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય બંધારણ અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ અને વિકાસના લક્ષ્યોની (SDG)  રજૂઆતો કરવામાં આવી, જેના દ્વારા બંધારણીય મૂલ્યો અને વૈશ્વિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો.

એલ્યુમ્ની સ્ટાર્ટ-અપ ઝોન દ્વારા ઉદ્યમશીલ વિચારધારાને પ્રોત્સાહન મળ્યું, જ્યારે કુકરી પ્રવૃત્તિના વિદ્યાર્થીઓએ તેમની રસોઈ કળા રજૂ કરી માતા-પિતાને ખૂબ પ્રભાવિત કર્યા.

સામાજિક જવાબદારી અને સહયોગને વધુ મજબૂત બનાવવા-IBDPના વિદ્યાર્થીઓએ સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કર્યું, જે શાળાની સામાજિક સેવાના પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું.

આ કાર્યક્રમને માતા-પિતા અને મુલાકાતીઓ તરફથી ખૂબ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો.આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની પ્રતિભા, નવીનતા તથા સામાજિક જાગૃતિનુંએકમહત્વપૂર્ણ અને સુંદર ઉત્સવ સાબિત થયો.

≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡

Related posts

આજે ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

Master Admin

QS I-GAUGE ની ભારતીય શિક્ષણમાં AI પર રાષ્ટ્રીય શિખર પરિષદમાં જવાબદારીપૂર્વક અને ગુણવત્તા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવા પર ભાર

Master Admin

ધો.૧૦ ગુજરાતીના પ્રશ્નપત્રમાં ૫૦થી વધુ ભૂલોનો પર્દાફાશ

Master Admin

Leave a Comment

Translate »