Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાન

  • યુરોપથી આયાત કરાયેલો દારૂ સસ્તો થશે
  • બંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડી દીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દેવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૬: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાન થઈ ચૂક્યું છે. જેમાં બંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડી દીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દેવામાં આવ્યો છે. આ મધર ઓફ ઓલ ડીલથી ભારતના લોકોને મોટો ફાયદો થશે, અનેક વસ્તુઓ સસ્તી થશે તો વેપાર ક્ષેત્રે મોટા લાભથી શક્યતા છે.

શું થશે ફાયદો?
કેમિકલ્સઃ યુરોપિયન યુનિયનથી આવતા કેમિકલ ઉત્પાદનો પર લાગતી ૨૨% ટેરિફ નાબૂદ કરી દેવાથી, જેથી કેમિકલ ઉત્પાદનો સાથે સંલગ્ન વસ્તુઓ સસ્તી થશે.

મશીનરીઃ યુરોપિયન મશીનરી પર લાગતો ૪૪ ટકા ટેરિફ દૂર કરી દેવામાં આવશે, જેનાથી કેપિટલ ગુડ્‌સ અને ઈન્ડસ્ટ્રીયલ ઈનપુટનો ખર્ચ ઘટશે.

આરોગ્યઃ મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં ૯૦ ટકા પ્રોડક્ટ્‌સ પર કોઈ ટેક્સ નહીં લેવાય. જેનાથી હેલ્થકેરનો ખર્ચ ઘટશે. ભારતની જેનેરિક દવાઓ માટે ૨૭ યુરોપિયન દેશોના બજારો ખુલશે.

ફાર્માસ્યુટિકલ્સઃ ઈેં ફાર્મા ઉત્પાદનો પર લાગતા ૧૧ ટકા ટેરિફને નાબૂદ કરી દેવામાં આવ્યો

વિમાન અને અંતરીક્ષ યાનઃ આ શ્રેણીમાં લગભગ તમામ ઉત્પાદનો પર ટેરિફ હટાવી દેવામાં આવ્યો જેથી ઉડ્ડયન અને અવકાશ

ક્ષેત્રમાં થશે મોટો
ગ્રીન એનર્જીઃ આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને ૫૦૦ મિલિયન યુરો આપશે. ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.

ફાઈનાન્શિયલઃ યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.

બેન્કિંગઃ મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે.

ઇલેક્ટ્રોનિકઃ આ ક્ષેત્રે ટેરિફ ઘટતા હવે મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે

સ્ટીલ અને રાસાયણિક ઉત્પાદનોઃ લોખંડ, સ્ટીલ અને રાસાયણિક ઉત્પાદનો પર શૂન્ય ટેરિફનો પ્રસ્તાવ છે. આનાથી બાંધકામ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે કાચા માલના ભાવ ઘટશે, જેનાથી ઘર બનાવવાનું કે ઔદ્યોગિક માલ ખરીદવાનું સસ્તું થશે.

ઓટોમોબાઈલ સેક્ટરમાં રાહતઃ

યુરોપિયન કારઃ ઈેં થી ભારતમાં આવતી લક્ઝરી કારો પર હાલ ૧૦૦ ટકાથી વધુ ટેરિફ વસૂલવામાં આવે છે જેને તબક્કાવાર ઘટાડીને માત્ર ૧૦ ટકા કરી દેવામાં આવશે, પણ તે વાર્ષિક અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી મર્સિડીઝ, મ્સ્ઉ કે ઓડી જેવી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.

ખાવા-પીવાની વસ્તુઓ પર થશે અસર
-ઓલિવ તેલ, માર્જરિન અને અમુક વનસ્પતિ તેલ પરના ટેરિફ ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.
-યુરોપના ફળોના રસ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્‌સ પર ટેરિફ શૂન્ય કરી દેવાશે જેથી તેના ભાવમાં મોટો ઘટાડો આવશે.
-બિયર પર ટેરિફ ઘટાડીને ૫૦ ટકા કરી દેવામાં આવશે

Related posts

South African Tourism Announces 10th Edition of Learn SA, Eyes Growth from Emerging Indian Cities

Reporter1

અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ૨૫૦૦ મરીન-યુદ્ધ જહાજ રવાના કર્યા

Master Admin

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય વિદ્યાર્થીઓનો US પ્રત્યે મોહભંગ

Master Admin

Leave a Comment

Translate »