Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

નાણામંત્રી નિર્ણલા સીતારમણે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ રજૂ કર્યું

  • ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
  • આ બજેટ કૂલ ૫૩ લાખ કરોડ રૂપિયાથી વધુનું છે : આ બજેટમાં મીડલ ક્લાસ માટે નિરાશાજનક રહ્યું છે : F&Oમાં ટ્રાન્જેક્શન ચાર્જ વધારી દેવાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ કૂલ ૫૩ લાખ કરોડ રૂપિયાથી વધુનું છે. આ બજેટમાં મીડલ ક્લાસ માટે નિરાશાજનક રહ્યું છે. આ વર્ષે બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારની અને ટેક્સમાં વધુ છૂટની લોકોને આશા હતી, પરંતુ તે પૂરી થઈ નથી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. એટલે કે નવા ઈનકમ ટેક્સ માળખા અંતર્ગત ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર જે ટેક્સ છૂટ મળે છે, તેમાં કોઈ વધુ રાહત નથી અપાઈ. તેમજ ટેક્સ ફાઈલ કરતી વખતે ખોટી માહિતી આપનારાને ટેક્સની રકમ જેટલો જ દંડ કરવાનો પ્રસ્તાવ આ બજેટમાં મૂકવામાં આવ્યો છે.

નવી ટેક્સ સિસ્ટમમાં PPF, NPS અને ELSS જેવી યોજનાઓ પર રોકાણ પર ટેક્સમાં છૂટ મળવાની આશા હતી, પરંતુ એ આશા પણ ઠગારી સાબિત થઈ છે. આ ઉપરાંત ખેડૂતોને પણ બજેટમાં નિરાશા હાથ લાગી છે. પીએમ કિસાન યોજનાનું બજેટ વધવાની આશા હતી, પરંતુ તેમાં કોઈ વધારો કરાયો નથી. બજેટમાં માત્ર રેલ કોરિડોરની જ જાહેરાત કરાઈ છે, પરંતુ સીનિયર સિટીઝન માટે કોઈ મોટી જાહેરાતની આશા હતી, તેવું થયું નથી.

આ બજેટે શેરબજારનો મોટો ઝટકો આપ્યો છે. F&O ટ્રેડર્સ માટે ટ્રાન્જેક્શન ચાર્જ વધારી દેવાયો છે. જ્યારે લોંગટર્મ કેપિટલ ઘેન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં કોઈ ફેરફાર નથી કરાયો, જેને લઈને માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો હતો.

બજેટમાં ભારતમાં બનતી વસ્તુઓ પર કસ્ટડ ડ્યૂટી ઘટાડવાની વાત કરાઈ છે. લેધર, ટેક્સટાઈલનું એક્સપોર્ટ પણ હવે ડ્યૂટી ફ્રી થશે. તેના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડાશે. ડિફેન્સ સેક્ટરમાં બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં છૂટ અપાશે. તેમાં વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરાતી વસ્તુઓ પર લાગતા ટેરિફને ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવાની જાહેરાત કરાઈ છે.

બજેટ ૨૦૨૬માં ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન ૨.૦ની જાહેરાત કરાઈ છે. આ મિશન માટે બજેટમાં ૪૦,૦૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન ૨.૦ ચીન અને વિયેતનામ જેવા દેશોની સરખામણીએ ભારતને એક ચિપ બનાવનારા હબ તરીકે સ્થાપિત કરશે.

આ બજેટમાં વિદેશમાં સ્ટડી માટે જનારા સ્ટૂડન્ટ્‌સ માટે મોટી જાહેરાત કરાઈ છે. બજેટમાં લિબરલાઈઝ્‌ડ રેમિટન્સ સ્કીમ (LRS) અંતર્ગત એજ્યુકેશન પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS)ને ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવાની જાહેરાત કરી છે. તેનાથી વિદેશમાં પૈસા મોકલતા પરિવારો માટે શરૂઆતનો ખર્ચ ઓછો થઈ જશે, કેમકે એજ્યુકેશન લોન પર કોઈ TCS નથી લાગતો. ટેક્સ લાગ્યા પહેલા અન્ય રેમિટન્સ પર ૧૦ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું બજેટ રજૂ કરીને દેશની આર્થિક દિશા સ્પષ્ટ કરી છે. આ તેમનું સતત નવમું બજેટ ભાષણ છે અને લગભગ એક દાયકામાં પહેલીવાર રવિવારે સંસદમાં બજેટ રજૂ થયું છે. પોતાના લાંબા બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ ટેક્સ, વિકાસ, ઉત્પાદન, રોકાણ અને ભારતની વૈશ્વિક ભૂમિકાને કેન્દ્રમાં રાખીને

અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. ખાસ કરીને સરકાર દ્વારા અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત થતાં સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. બજેટ ભાષણનું વિશ્લેષણ કરીએ તો તેમાં સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાયેલા શબ્દો સરકારની પ્રાથમિકતાઓને સ્પષ્ટ રીતે દર્શાવે છે. ઉપર આપેલા ગ્રાફિક મુજબ આજે રજૂ કરાયેલા બજેટમાં “india” શબ્દ ૫૮ વખત બોલાયો છે, જે દર્શાવે છે કે આ બજેટનું કેન્દ્રબિંદુ ‘ભારત’ અને દેશની સમૂહ પ્રગતિ છે. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ ભાષણ દરમિયાન “Tex” શબ્દ ૫૫ વખત બોલવામાં આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે કર પ્રણાલી, કરદાતાઓ અને ટેક્સ સુધારા બજેટના મુખ્ય મુદ્દા રહ્યા છે.

Related posts

ગરબાની રાત્રીઓથી લઈને પૂજાની મંડપ સુધીઃ Amazon.in સાથે નવરાત્રી માટે તૈયાર થઈ જાઓ

Master Admin

HIMTEX 2026 તેની સૌથી મોટી આવૃત્તિ સાથે પરત ફર્યું, જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને દર્શાવે છે.

Master Admin

દેશમાં LPG અછતની સ્થિતિ બની ચિંતાજનક

Master Admin

Leave a Comment

Translate »