Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો

ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

ભરચક વિસ્તારમાં અચાનક થયેલા આ હિંસક હુમલાને કારણે નાસભાગ મચી ગઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: રખિયાલ વિસ્તારમાં બુધવારે ધોળા દિવસે એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના અજીત મિલ ચાર રસ્તા પાસે મણિયાર ટેલર કંપની નજીક જાહેર રોડ પર બની હતી.

પ્રાથમિક વિગતો મુજબ, હુમલાખોરોએ તલવારો અને અન્ય ઘાતક હથિયારો વડે યુવક પર ઘાતક હુમલો કર્યો હતો. નવાઈની વાત એ છે કે, હુમલાખોરોએ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ભરચક વિસ્તારમાં અચાનક થયેલા આ હિંસક હુમલાને કારણે નાસભાગ મચી ગઈ હતી અને આસપાસના લોકો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.
આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલ યુવકની હાલત અત્યંત નાજુક છે.

ઘટનાની જાણ થતા જ રખિયાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. હુમલાખોરોની ઓળખ કરવા અને ઘટનાક્રમને સમજવા માટે આસપાસની કંપનીઓ અને દુકાનોના સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હુમલા પાછળનો હેતુ અને હુમલાખોરો કોણ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. અમે તમામ પાસાં પર તપાસ કરી રહ્યા છીએ.’ પોલીસે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

Related posts

૫૪૦૦૦ કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ

Master Admin

એન્વુ ઇન્ડિયાએ ભારતના જાહેર આરોગ્ય નેતૃત્વને એકત્ર લાવતા રાષ્ટ્રીય સંમેલનને સમર્થન આપ્યું — શહેરી વેક્ટરજન્ય રોગ નિયંત્રણને ગતિ આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલું

Master Admin

કાર્ઝ બજારના રાજ ઉપાધ્યાય અને જયપાલસિંહ સરવૈયાને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

Master Admin

Leave a Comment

Translate »