Nirmal Metro Gujarati News
nationalPolitics

રાહુલ ગાંધીના ઘરે AI સમિટને બદનામ કરવા માટે ષડયંત્ર રચાયું

કોગ્રેસના કાર્યકરોએ શર્ટ ઉતારી પ્રદર્શન કરતા ભાજપના પ્રહાર

સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે, એઆઈ સમિટમાં દેખાવો કોઈ અચાનક બનેલી ઘટના નથી, પંરતુ તે એક ષડયંત્ર છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬: રાજધાની દિલ્હીના ભારત મંડપમાં ચાલી રહેલા ‘ઈન્ડિયા એઆઈ સમિટ-૨૦૨૬’માં કોંગ્રેસના કાર્યક્રરોએ શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કરતા ભારે વિવાદ ઉભો થયો છે. ભાજપે આ ષડયંત્ર પાછળ રાહુલ ગાંધીનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, કેટલાક દેખાવકારોએ બારકોડ લઈને કાર્ક્રમમાં પ્રવેશ કર્યો હતો અને તેઓએ વિરોધના ભાગરૂપે પોતાની ટી-શર્ટ ઊંધી પહેરેલી હતી. સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે, એઆઈ સમિટમાં દેખાવો કોઈ અચાનક બનેલી ઘટના નથી, પંરતુ તે એક ષડયંત્ર છે. અને તેની પાછળ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો હાથ છે. ગાંધી પરિવારની હાજરીમાં એઆઈ સમિટમાં દેખાવ કરવાનું ષડયંત્ર રચાયું હતું. આ આખો પ્લાન રાહુલ ગાંધીના નિવાસસ્થાને ઘડવામાં આવ્યો હતો.’ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવા માંગે છે. જ્યારે દેશ ટેકનોલોજીના ક્ષેત્રે મહાસત્તા બની રહ્યો છે, ત્યારે આવું વર્તન દેશના હિતમાં નથી. હાલ દિલ્હી પોલીસ આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. દિલ્હીના ભારત મંડપમમાં હંગામો! છૈં સમિટ ચાલી રહી છે ત્યારે અચાનક યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુરક્ષા કોર્ડન તોડી અંદર પ્રવેશતા દોડધામ મચી ગઈ. અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્લોબલ સાઉથની આ પહેલી છૈં ઈમ્પેક્ટ સમિટમાં ૨૦થી વધુ દેશોના નેતાઓ અને ૬૦ મંત્રીઓ હાજર છે. તેવામાં ૧૦ જેટલા કાર્યકરો ઊઇ કોડ દ્વારા એન્ટ્રી મેળવી અંદર પહોંચી ગયા અને ’ઁસ્ ૈજ ર્ઝ્રદ્બર્િદ્બૈજીઙ્ઘ’ ના નારા લગાવ્યા. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યકરોની અટકાયત કરી તેમને તિલક માર્ગ પોલીસ મથકે ખસેડ્યા છે.

Related posts

મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે

Master Admin

ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક વેપાર પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત

Master Admin

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં આવ્યા હિન્દુ સંગઠનો

Master Admin

Leave a Comment

Translate »