Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ : ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર

આ દરમિયાન તેમણે જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો અને સીધા વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશ,તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે (૨૪ ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના ભોપાલમાં પાર્ટી દ્વારા આયોજિત ’કિસાન મહા ચૌપાલ’માં ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે. આ ચૌપાલ ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ વ્યાપાર કરારના વિરોધમાં આયોજિત કરાઈ રહી છે. આ દરમિયાન તેમણે જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો અને સીધા વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.

ભોપાલના જવાહર ચોકમાં આયોજિત જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ’પહેલીવાર લોકસભામાં નેતા વિપક્ષને બોલવા નથી દેવાયા. મને બોલવા નથી દેવાયો. પુસ્તકમાં નરવણેજીએ સ્પષ્ટ લખ્યું છે કે, જ્યારે ચીનના ટેન્ક ભારતની બોર્ડરમાં આવી રહ્યા હતા તો તેમણે રાજનાથ સિંહને ફોન કર્યો અને તેમને પૂછ્યું કે મારો ઑર્ડર શું છે? જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે વડાપ્રધાન મોદી ગાયબ થઈ ગયા.’

Related posts

કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

Master Admin

દેશમાં એલજીપી સિલિન્ડરની અછત નથી : પેટ્રોલિયમ મંત્રી

Master Admin

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરુ!

Master Admin

Leave a Comment

Translate »